Site icon Revoi.in

બોલિવૂડ એક્ટર સંજય દત્તનો આજે જન્મદિવસ,વિવાદો સાથે પણ રહ્યો છે તેમનો ગાઢ સંબંધ

Social Share

મુંબઈ:લોકો પ્રેમથી સંજય દત્તને સંજુ બાબા, ડેડલી દત્ત અને મુન્નાભાઈ કહીને બોલાવે છે.તેઓ તેમના ઉત્કૃષ્ટ અભિનય માટે જાણીતા છે પરંતુ વિવાદો સાથે પણ તેમનો ગાઢ સંબંધ રહ્યો છે.સંજય દત્ત માત્ર એક નામ નથી પણ આખું પ્રકરણ છે જે ખૂબ જ બારીકાઈથી લખાયેલું છે.સંજય દત્તના જીવનના આવા ઘણા પાસાઓ છે, જેમાંથી કેટલાકને લોકો જાણે છે અને કશું જાણતા નથી. ત્યારે આજે સંજય દત્તનો જન્મદિવસ છે.તેના જન્મદિવસ પર જાણીએ તેમના વિશેની જાણી-અજાણી કેટલીક વાતો

સંજય દત્તે માત્ર ફિલ્મોમાં જ હાથ અને નસીબ અજમાવ્યું નથી, પરંતુ તેણે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે.તે 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોના કારણે પણ ચર્ચામાં રહ્યો.તેના પર આરોપ હતો કે,તે દરમિયાન તેણે પોતાના સ્વબચાવ માટે ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયારો રાખ્યા હતા.સંજય દત્તે દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે, પછી તે રોમેન્ટિક હોય, કોમેડી હોય, થ્રિલર હોય, એક્શન ફિલ્મો હોય કે પછી ગંભીર ભૂમિકાવાળી ફિલ્મ હોય.આ તમામ ફિલ્મોમાં તેણે પોતાની એક્ટિંગનું લોખંડી પુરવાર કર્યું છે. જો કે કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેણે અભિનય તરફ વધુ ધ્યાન આપ્યું ન હતું.

સંજય દત્તનો જન્મ 29 જુલાઈ 1959ના રોજ મુંબઈમાં પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સુનીલ દત્ત અને નરગીસને ત્યાં થયો હતો. સંજય દત્તને બે બહેનો પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત છે. સંજયનું નામ ઉર્દૂ ભાષાના મેગેઝિન શમામાંથી લેવામાં આવ્યું હતું. સંજય દત્તની ડેબ્યૂ ફિલ્મના પ્રીમિયરના થોડા દિવસો પહેલા 1981માં તેની માતા નરગીસ દત્તનું અવસાન થયું હતું. જો કે, સંજય દત્તે બાળ કલાકાર તરીકે 1972માં આવેલી ફિલ્મ રેશ્મા ઔર શેરાથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે કવ્વાલી ગાયકના રોલમાં જોવા મળ્યો હતો. સંજય દત્તના પિતા સુનીલ દત્ત આ ફિલ્મના હીરો હતા.

સંજય દત્તની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે.1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના કારણે તેમને ઘણી વખત જેલમાં રહેવું પડ્યું હતું.આ કારણે તેને તેની ફિલ્મી કરિયરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.સંજય દત્તની પહેલી ફિલ્મ ‘રોકી’ હતી, જે સુપરહિટ રહી હતી.આ ફિલ્મ પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી જેની યાદી ઘણી લાંબી છે.ઉલ્લેખનીય છે કે, તેમની કેટલીક પસંદ કરેલી ફિલ્મો ખલનાયક, વાસ્તવ અને મુન્નાભાઈ એમબીબીએસ છે. ‘વાસ્તવ’માં તેમની ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.