1990 ના દાયકાના એ સમયના સુપર સ્ટાર સંજય કપૂરનો આજે 59 મો જન્મદિવસ છે. 17 ઓક્ટોબર, 1963ના રોજ મુંબઈમાં જન્મેલા સંજય કપૂરે બોલિવૂડમાં હીરો બનવાનું સપનું જોયું હતું. આ પછી સંજય કપૂરે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે 1995માં ફિલ્મ ‘પ્રેમ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘દત્તા’, ‘રાજા’, ‘બેકાબૂ’, ‘ઔઝાર’, ‘ઝમીર’, ‘મેરે સપનો કી રાની’ અને ‘મોહબ્બત’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. 90ના દાયકામાં સંજય કપૂરને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સંજયે લીડ હીરો તરીકે ઘણી ફિલ્મો આપી.
કપૂર પરિવાર બોલિવૂડમાં ઘણો ધૂમ મચાવી રહ્યો છે. રાજ કપૂર હોય કે અનિલ કપૂર. બંને પરિવારમાંથી ઘણા સુપરસ્ટાર થયા છે. અનિલ કપૂરે પણ બોલિવૂડમાં સખત મહેનત કરી અને પોતાના દમ પર ખાસ સફળતા મેળવી. અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરે પણ હીરો બનવા માટે ઘણી કોશિશ કરી અને હિટ ફિલ્મો પણ આપી. તેમ છતાં પણ સંજય કપૂર સ્ટારડમની રેસમાં તેના ભાઈ અનિલ કપૂર કરતાં પાછળ રહી ગયો. સંજય કપૂર આજે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર બોલિવૂડ સ્ટાર્સ સહિત ચાહકોએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.
નોંધનીય છે કે, સંજય કપૂર સ્ટારડમની રેસમાં પોતાના ભાઈ અનિલ કપૂર કરતાં પાછળ રહી ગયો છે. પરંતુ હજુ પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલો છે. અભિનયની સાથે સંજય કપૂર ફિલ્મ નિર્માણમાં પણ સક્રિય છે. હવે સંજય કપૂર બાદ તેની દીકરી પણ ફિલ્મોમાં હિરોઈન બનવાનું સપનું જુએ છે. સંજય કપૂરની દીકરીનું નામ શનાયા કપૂર છે. શનાયા કપૂર તેના ડેબ્યુ પહેલા જ સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ પર શનાયાને 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે.