- એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાનો આજે જન્મદિવસ
- મોડલિંગથી કરી હતી કરિયરની શરૂઆત
- અનેક ફિલ્મોમાં કર્યું છે કામ
મુંબઈ:બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં પોતાના કરિયરની ઊંચાઈ પર છે. આ વર્ષે અભિનેતાની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે, આ માટે તેને સારી ફીની ઓફર પણ કરવામાં આવી છે.આજે સિદ્ધાર્થ મલ્હોત્રાનો જન્મદિવસ છે.અભિનેતા 37 વર્ષનો થઈ ગયો છે.
અભિનેતા ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’, ‘હસી તો ફસી’, ‘મરજાવા’ અને ‘શેર શાહ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. સિદ્ધાર્થની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ છે. તેમનું શિક્ષણ અને ઉછેર દિલ્હીમાં થયો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીની શહીદ ભગતસિંહ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
અભિનેતાએ 18 વર્ષની ઉંમરે તેની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી સિદ્ધાર્થે શાહરૂખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
ઘણા ઓછા લોકો જાણતા હશે કે,સિદ્ધાર્થ પ્રિયંકા ચોપડાની ફિલ્મ ‘ફેશન’ થી કરનાર હતો, પરંતુ કેટલાક કારણોસર વાત ન બની શકી.આ પછી વર્ષ 2012માં સિદ્ધાર્થે કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.વરુણ ધવન અને આલિયા ભટ્ટે પણ તેની સાથે કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી અને સિદ્ધાર્થ રાતોરાત સ્ટાર બની ગયો.
આ પછી અભિનેતા ‘એક વિલન’માં શ્રદ્ધા કપૂર સાથે જોવા મળ્યો હતો. તેના અભિનયના બધાએ વખાણ કર્યા હતા. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો પરંતુ તેની ફિલ્મો સારો બિઝનેસ કરી શકી નહીં. વર્ષ 2021માં ‘શેર શાહ’માં તેની જબરદસ્ત એક્ટિંગે ફરી એકવાર દર્શકોના દિલ જીતી લીધા. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી લીડ રોલમાં હતી.