Site icon Revoi.in

બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે થપ્પડ મારી!

Social Share

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે થપ્પડ મારી દીધી છે. અભિનેત્રીએ આક્ષેપો કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું ચર્ચાય છે.

કંગના રનૌતના રાજકીય સલાહકાર અનુસાર, ચંદીગઢ એરપોર્ટની અંદર CISF મહિલા ગાર્ડે કંગના રનૌતને થપ્પડ મારી હતી. તેઓએ માંગ કરી છે કે સીઆઈએસએફ ગાર્ડને હટાવવા જોઈએ અને તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. એવો દાવો કરવામાં આવે છે કે, CISF ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવા બદલ કંગના રનૌતથી નારાજ હતી.

મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી જવા રવાના થઈ હતી. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ મારવાના ઘટના સામે આવી હતી. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગનાએ કહ્યું હતું કે, તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી છે.

રાજનીતિમાં નસીબ અજમાવવા માટે કંગના રનૌત પહેલીવાર મંડીથી મેદાનમાં ઉતરી હતી. ભાજપે અભિનેત્રીને તેમના જ હોમ ટાઉન હિમાચલની મંડી સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા. ટિકિટ મળતાની સાથે જ કંગનાએ અહીં જોરશોરથી પ્રચાર કર્યો અને 74,755 મતોથી જીતીને પોતાની રાજકીય ઇનિંગની મજબૂત શરૂઆત કરી છે. કંગના મંડી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને પરાજ્ય આપ્યો છે.