- બોલિવૂડ એક્ટ્રેસ દિયા મર્ઝા લગ્નના બંધનમાં બંધાશે
- બોયફ્રેન્ડ વૈભવી સાથે 15 ફેબ્રુઆરીના રોજ કરશે લગ્ન
મુંબઈઃ-બોલિવૂડમાં તાજેતરમાં જ વરૂણ ધવન અને નતાશા દલાલે લગ્ન કર્યા હાત ત્યાર બાદ હવે ફરીથી શહેનાઈ ગુંજવા જઇ રહી છે. ફિલ્મ રેહના હૈ તેરે દિલમે ફેમ એક્ટ્રેસ દિયા મિર્ઝા લગ્નના બંઘનમાં બંધાવા જઈ રહી છે. દીયા તેના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કરનાર છે.
એક મીડિયા રિપોર્ટસ પ્રમાણે દિયા મિર્ઝા 15 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહી છે. વૈભવ રેખી અને દિયા બંને ઘણા લાંબા સમયથી એકબીજાના કોન્ટેક્ટમાં છે, વૈભવ એક ઉદ્યોગપતિ છે. આ સાથે જ દિયાએ પણ તેના પહેલા પતિ સાથે તલાક લીધા છે ,દિયાના આ સેકન્ડ મેરેજ હશે, દિયા વૈભવના પ્રેમમાં પડી અને હવે બંનેએ સાથે જીવન જીવવાનો નિર્ણય લીધો છે.
જો કે આ મામલે દિયા એ હજી સુધી કોઈ નિવેદન આપ્યું નછી, આ વાત મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં વાયુવેગ પ્રસરતાની સાથે લોકો તેમના શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે વૈભવ બાન્દ્રાના પાલી વિસ્તારમાં રહે છે.
આ દિયા મિર્ઝાના આ બીજા લગ્ન હશે. ઓગસ્ટ 2019 માં, તેણે તેના પતિથી અલગ થવાની જાહેરાત કરી હતી. બંને એક બીજાને 11 વર્ષથી ઓળખતા હતા. દીયા અને સાહિલે ઓક્ટોબર 2014 માં લગ્ન કર્યા હતા..
સાહિન-