- બોલિવૂડ અભિનેત્રી કાજોલને થયો કરોના
- કાજોલે દિકરી ન્યાસાનો ફોટો શેર કર્યો
મુંબઈઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે અનેક સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે કારણ કે રાજધાની દિલ્હી અને મહાનગરી મુંબઈમાં કોરોનાના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે હવે અભિનેત્રી કાજોલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે જ ભૂતકાળમાં ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. અભિનેત્રી કાજોલે એક પોસ્ટ કરીને કહ્યું કે તેનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે તેની પુત્રી ન્યાસાને ખૂબ જ મિસ કરી રહી છે. હાલમાં કાજોલ આઈસોલેશન હેઠળ મછે. કાજોલે કોરોના હોવાની માહિતી આપવાની સાથે દીકરી ન્યાસાનો ફોટો પણ શેર કર્યો છે. પ્રિયંકા ચોપરાએ તેની આ પોસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી છે.
કાજોલે શેપ પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને હું ખરેખર મારું લાલ નાક બતાવવા માંગતી નથી, તેથી હું દુનિયાની સૌથી સુંદર સ્મિત શેર કરી રહી છું. હું તને ખૂબ જ યાદ કરું છું ન્યાસા.’