અભિનેત્રી નેહા ઘૂપિયાએ સોશિયલ મીડિયા પર પ્રસંશકોને આપ્યા ગુડ ન્યૂઝઃ બીજી વખત બનશે માતા, કહ્યું ‘વાહે ગુરુ મહેર કરે’
- નેહા ઘૂપિયા બીજી વખત બનશે માતા
- સોશિયલ મીડિયા પર આપી માહિતી
મુંબઈઃ ફિલ્મ જગતમાં જ્યારે કોઈ સ્ટાર્સ કપલ માતા પિતા બનવાના હોય એટલે સોશિયલ મીડિયા પર આ વાતો વહેતી થઈ જાય છે,ત્યારે હવે આવા જ એક સમાચાર બોલિવૂડ જગતમાંથી સામે આવી રહ્યા છે,જાણીતી એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદી બીજી વખત માતા પિતા બનનાર છે,જેને લઈને સોશિયલ મીડિયામાં તેમના પ્રશંસકો તેઓને શુભેચ્છાઓ આપી રહ્યા છે.
એક્ટ્રેસ નેહાં ધૂપિયાએ આ અંગેના ગૂડ ન્યૂઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. એક્ટ્રેસે આ ખુશ ખબર શેર કરતા જ સોશિયલ મીડિયા પર તેને લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે.અંગત બેદી અને નેહાના ઘરમાં નવા મહેમાનની પધમણીની વાત હવે વહેતી થઈ છે.
એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની બીજી વખત માતા બનવાની વાત જાહેર કરી છે, નેહા પતિ પતિ અંગદ બેદી અને પુત્રી મેહર લાથે ફોટોમાં નજરે પડી રહી છે. આ સાથે જ બીજી પ્રેગ્નેન્સીને લઈને જ નેહા બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
આ સાથે જ નેહા ધૂપિયાએએક સરક કેપ્શન પણ લખ્યું છે, તેણે લખ્યું છે કે, તેને તેની પ્રેગ્નેન્સીની જાણ કરવા માટે કેપ્શન વિચારવામાં સમય લાગ્યો. તે લખે છે કે, ‘અનમે એક કેપ્શન વિચારતા બે દિવસો લાગ્યા હતાં.. જે બાદ અમને સૌથી ખાસ કંઈસ વિચારી શક્યા તે .. આભાર ભગવાન. ઉલ્લેખનીય છે કે,નેહા ધૂપિયાએ વર્ષ 2018માં અંગદ બેદી સાથે અચાનક જ લગ્ન કર્યા હતા અને લોકોને આશ્ચર્ય થયું હતું.