- અભિનેત્રી દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ
- શાહરુખ ખાનની ફિલ્મથી કર્યું હતું ડેબ્યૂ
- હવે પ્રોડ્યુસર બનીને કરી રહી છે કામ
મુંબઈ:દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે.તેણે તેની કારકિર્દીમાં એક કરતાં વધુ સારી ફિલ્મો કરી છે.તેની મોટાભાગની ફિલ્મો પણ હિટ રહી છે.પરંતુ શું તમે જાણો છો કે,અભિનેત્રી બનતા પહેલા દીપિકા પણ તેના પિતા બેડમિન્ટન ચેમ્પિયન પ્રકાશ પાદુકોણની જેમ બેડમિન્ટન ખેલાડી હતી.દીપિકા બાળપણથી જ બેડમિન્ટન રમતી હતી, પરંતુ પછી તેણે 16 વર્ષની ઉંમરે મોડલિંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું.
એક્ટિંગમાં કરિયર બનાવતા પહેલા દીપિકાએ ઘણા મોડલિંગ અસાઇનમેન્ટમાં કામ કર્યું હતું.આ પછી વર્ષ 2007માં દીપિકાએ ફિલ્મ ઓમ શાંતિ ઓમથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.દીપિકાએ પહેલી જ ફિલ્મથી બધાના દિલ જીતી લીધા હતા.આ ફિલ્મમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હતો.આના એક વર્ષ પહેલા એટલે કે વર્ષ 2006માં દીપિકાએ કન્નડ ફિલ્મ ઐશ્વર્યામાં કામ કર્યું હતું.
આ પછી દીપિકાએ બચના એ હસીનો,ચાંદની ચોક ટુ ચાઈના, બિલ્લુ, કાર્તિક કોલિંગ કાર્તિક, હાઉસફુલ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ ફિલ્મ કોકટેલ કર્યા પછી દીપિકાની કારકિર્દીમાં વળાંક આવ્યો.આ પછી તેણે યે જવાની હૈ દીવાની, ચેન્નાઈ એક્સપ્રેસ, ગોલિયોં કી રાસલીલા રામ-લીલા, બાજીરાવ મસ્તાની, પદ્માવત અને છપાક જેવી હિટ ફિલ્મો આપી.
આ પછી દીપિકાએ હોલીવુડમાં પણ કામ કર્યું અને વિન ડીજનની ફિલ્મ XXX Return of Xander Cage માં પણ કામ કર્યું. પહેલી જ ફિલ્મથી દીપિકાએ ધમાલ મચાવી હતી.
ફિલ્મોમાં અભિનય કર્યા બાદ હવે દીપિકાએ પણ ગયા વર્ષથી નિર્માતા તરીકે કામ શરૂ કર્યું છે.દીપિકાએ ફિલ્મ 83 પ્રોડ્યુસ કરી છે જેમાં પતિ રણવીર સિંહે કામ કર્યું છે. ફિલ્મને ખૂબ જ સારા રિવ્યુ મળ્યા છે અને દીપિકાના વખાણ પણ થયા છે.