- કોરોનાના કહેર વચ્ચે પણ અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ સુપરહિટ
- ભારતમાં ફિલ્મે કરી 300 કરોડની કમાણી
- હવે પુષ્પા 300 કરોડની ક્લબમાં પ્રવેશ કરનાર ટોલિવૂડની ચોથી ફિલ્મ બની
નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે પણ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.
એક તરફ દેશમાં કોરોનાનો ફરીથી કહેર વર્તાઇ રહ્યો છે અને સતત કેસ વધી રહ્યા છે. આ વચ્ચે પણ સિને જગત પર તેની કોઇ અસર જોવા મળી નથી. સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા અત્યારે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.
આ ફિલ્મે પહેલા જ દિવસે 71 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી હતી. આ ફિલ્મે હવે ભારતીય બોક્સ ઓફિસ પર પાંચમાં શુક્રવારે 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને 29 દિવસમાં આ ફિલ્મ ભારતમાં 300 કરોડ કમાઇ ચૂકી છે. હવે પુષ્પા 300 કરોડની ક્લબમાં પ્રવેશ કરનાર ટોલિવૂડની ચોથી ફિલ્મ બની ચૂકી છે.
આની પહેલાની ફિલ્મની વાત કરીએ તો બાહુબલી પાર્ટ વન અને ટુએ 1351 કરોડ રૂપિયા તેમજ 482 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે સાહો ફિલ્મે 339 કરોડની કમાણી કરી હતી.
મહત્વનું છે કે, ફિલ્મે રિલીઝ વખતે જ દર્શકોનો પ્રેમ અને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. જેના ફળસ્વરૂપે ફિલ્મે માત્ર એક જ સપ્તાહમાં 174 કરોડની જંગી કમાણી કરી હતી. ફિલ્મને રિલીઝ વખતે અનેક મુશ્કેલીઓ નડી હતી. જો કે આમ છતાં ચાહકો આ ફિલ્મને વખાણી રહ્યા છે. ફિલ્મના હિંદી વર્ઝનને એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને તેને પણ દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.