Site icon Revoi.in

બોલિવૂડ સિંગર જાવેદ અલીનો આજે જન્મદિવસ,જાણો તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Social Share

મુંબઈ:બોલિવૂડ સિંગર જાવેદ અલીનો આજે જન્મદિવસ છે. સિંગર જાવેદ અલી આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.તેણે હૃતિક રોશન અને ઐશ્વર્યા રાય સ્ટારર ‘જોધા અકબર’નું સુપરહિટ ગીત ‘કહેને કો જશ્ને બહારા હૈ’ ગાયું હતું. એટલું જ નહીં જાવેદ અલીએ પોતાના અવાજમાં ‘તુમ મિલે’ અને ‘કુન ફાયા કુન’ જેવા સુપરહિટ ગીતો પણ કમ્પોઝ કર્યા હતા.હિન્દી ફિલ્મો સિવાય જાવેદ અલીએ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાળી અને મરાઠીમાં પણ ગીતો ગાયા છે. જાવેદ અલીના જન્મદિવસ નિમિત્તે આપણે જાણીએ તેમના જીવનની કેટલીક અજાણી વાતો.

જાવેદ અલીનો જન્મ વર્ષ 1982માં દિલ્હીમાં થયો હતો.તેમના પિતા, ઉસ્તાદ હામીદ, એક કુશળ કવ્વાલી ગાયક છે.વર્ષ 2000માં જાવેદ અલીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું પહેલું પગલું ભર્યું હતું. તેણે પહેલીવાર ગોવિંદાની ફિલ્મ ‘બેટી નંબર 1’માં ગીત ગાયું હતું. નોંધનીય છે કે જાવેદ અલીએ હિન્દી સિનેમામાં ઘણા ગીતો ગાયા હતા પરંતુ તેમને વર્ષ 2007માં ફિલ્મ ‘નકાબ’ના ગીત ‘એક દિન તેરી રહો’થી ઓળખ મળી હતી.આ ફિલ્મ પછી તેણે હૃતિક રોશન અને ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ ‘જોધા અકબર’નું સુપરહિટ ગીત ‘કહેને કો જશ્ને બહાર હૈ’ ગાયું. જે આજે પણ લોકોના દિલ અને દિમાગમાં છે. આ બંને ગીતોએ તેમને હિન્દી સિનેમાના પ્રખ્યાત પ્લેબેક ગાયકોની યાદીમાં સામેલ કર્યા.પુષ્પા ફિલ્મમાં તેમના દ્વારા ગાયેલા ગીત ‘શ્રીવલ્લી’ને લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો.

બહુ ઓછા લોકો જાણે છે કે,જાવેદ અલીનું સાચું નામ જાવેદ હુસૈન હતું.જી હા, પણ જાવેદે આવું કેમ કર્યું તેની પાછળ એક ખાસ કારણ છે.આજે જાવેદ અલીને દેશ અને દુનિયામાં ઘણી ઓળખ મળી છે. તેણે પોતાનું નામ જાવેદ હુસૈનથી બદલીને જાવેદ અલી રાખ્યું.જાવેદે પોતાના ગુરુ ગુલામ અલીને શ્રદ્ધાંજલિ આપતાં પોતાનું નામ બદલીને જાવેદ અલી રાખ્યું હતું.જાવેદ અલી તેમના ગુરુ ગુલામ અલીની જેમ ગઝલ ગાયક બનવા માંગતા હતા, જોકે તેમનું સપનું પૂરું થઈ શક્યું નહીં.

બોલિવૂડ સિંગર જાવેદ અલીએ ઝી ટીવીના સિંગિંગ આધારિત રિયાલિટી શો ‘સારેગામા પા લિલ ચેમ્પ્સ’ના જજ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.આ પછી, તે સારેગામા પા સીને સ્ટાર કી ખોજમાં પણ હોસ્ટ તરીકે દેખાયો.આ સિવાય અભિષેક બચ્ચનની ફિલ્મ દિલ્હી 6ના ગીત મૌલા-મૌલાએ પણ તેને ખાસ ઓળખ અપાવી હતી.આ ગીત એકદમ સુપરહિટ સાબિત થયું.