Site icon Revoi.in

બોલિવુડ સિંગર,મ્યુઝિક કમ્પોઝર અને એક્ટર હિમેશ રેશમિયાનો આજે જન્મદિવસ – જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

Social Share

મુંબઈ:બોલિવુડ સિંગર, મ્યુઝિક કમ્પોઝર અને એક્ટર હિમેશ રેશમિયાનો આજે જન્મદિવસ છે. ગુજરાતમાં જન્મેલ હિમેશ એક એવા સિંગર છે, જેમને તેના પહેલા ગીત બદલ ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ સિંગર એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

હિમેશે શરૂઆતથી જ ચાહકોમાં પોતાની વિશેષ શૈલીનો પરિચય કરાવ્યો. ગીતની શૈલીથી માંડીને તેના કેપ પહેરવાના દેખાવ સુધી, તેને હંમેશા ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવતી. આજે અમે તમને હિમેશ સાથે જોડાયેલ કેટલીક વિશેષ બાબતોનો પરિચય આપીશું.

હિમેશનું પહેલું આલ્બમ ‘આપ કા સુરુર’ હતું.તે સમયે તેણે ઘણી ધમાલ મચાવી હતી. આજે પણ ઇન્ડિયન મ્યુઝીક ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌથી વધુ વેચાણ કરતા આલ્બમ માનવામાં આવે છે.

સિંગિંગમાં અપાર સફળતા મેળવ્યા બાદ હિમેશે એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો હતો. પરંતુ ખાસ વાત એ છે કે, હિમેશને એક્ટિંગમાં ચાહકો તરફથી વધારે પ્રેમ મળ્યો ન હતો. હિમેશે કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

હિમેશ રેશમિયા શાનદાર મ્યુઝીક આપવા માટે પણ જાણીતા છે. હિમેશે તેરે નામને મ્યુઝીક આપીને અપાર સફળતા હાંસલ કરી હતી. સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં સંગીત આપવામાં આવ્યું છે. હિમેશને તેના પ્રથમ ગીત માટે ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ સિંગર એવોર્ડ મળ્યો હતો.

હાલમાં જ હિમેશ રેશમિયાએ ખુલાસો કર્યો હતો કે, તેણે લોકડાઉનમાં ઘરે રહીને 300 નવા ગીતો બનાવ્યા છે. સિંગરે કહ્યું હતું કે, તેમણે એક મોટા પ્રોજેક્ટ હેઠળ 700 ગીતોની રચના કરી છે, તેમાંથી મેં લોકડાઉનમાં જ 300 નવા ગીતો બનાવ્યા છે.

હિમેશ રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માં સંગીત આપીને બોલિવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હિમેશએ ‘આશિક બનાયા આપને’, ‘ઝલક દિખલા જા’ જેવા સુપરહિટ ગીતો ગાયા છે.

હિમેશ રેશમિયાનું લગ્નજીવન તદ્દન ફિલ્મી છે. તેણે વર્ષ 2018 માં બીજી વાર લગ્ન કર્યા. ત્યારે હિમેશના લગ્નના સમાચારોએ ઘણી હેડલાઇન્સ બનાવી દીધી હતી. હિમેશે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે ગુજરાતી રિવાજો મુજબ લગ્ન કર્યા. એવું કહેવામાં આવે છે કે હિમેશે 10 વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ સાત ફેરા લીધા હતા.