બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યન અમદાવાદ તેના ફિલ્મના પ્રમોશન માટે આવ્યો હતો. આજે એટલે કે (૧૪ જૂને) કાર્તિક આર્યનની ફિલ્મ “ચંદુ ચેમ્પિયન” બોલીવુડ ઇંડસ્ટ્રીમાં ધૂમ મચવા જઈ રહી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. જેના પ્રમોશન હેતુ કાર્તિક આર્યન અમદાવાદના અટલબ્રિજ પાસે તેમના ફેન્સને મળવા આવ્યો હતો. અને તેના ફેન્સને આગ્રહ કર્યો હતો કે તેઓ જરૂરથી ફિલ્મ જોવા આવે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો ચાહકોનું મન જીતી રહ્યા છે. લોકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોતાં હતા. અહી આવીને કાર્તિક આર્યને પ્રમોશનલ ઈવેન્ટ કરી હતી.
અભિનેતાએ આ દરમ્યાન અમદાવાદમાં આવેલા અટલ બ્રિજ પર ફોટોશૂટ અલગ અલગ અંદાજમાં કરાવ્યું હતું. અભિનેતા જોરદાર અંદાજમાં જોવા મળ્યો હતો. ત્યાં આવેલી પબ્લિક અભિનેતાને જોઈને ગાંડી થઈ હતી. હરખમાં આવેલા ઓડિયાન્સે કાર્તિક સાથે ફોટો તથા સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી. કાર્તિક આર્યને તેના પ્રમોશનલ દિવસ માટે વાદળી જીન્સ સાથે, વાદળી અને સફેદ પટ્ટા વાળા શર્ટમાં જોવા મળ્યો હતો. તેના ડીન્ટેડ સનગ્લાસ અને કાળા ફોરમલ શૂઝ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
કાર્તિક આર્યનની કારકિર્દીની નાનકડી ઝલક:
કાર્તિકને પહલેથી જ એક્ટિંગ કરિયરમાં રસ હતો. કોલેજના ત્રીજા વર્ષમાં હતો ત્યારે જ લવ રંજનની સાથી ફિલ્મ “પ્યાર કા પંચ નામા”(૨૦૧૧) સાથે અભિનયની શરૂઆત કરી હતી. સહ અભિનેતા દિવ્યએનદુ શર્મા, રાયો એસ બખિરતા અને નુસરત ભરૂચા હતા. જે રોમેન્ટિક લવ સ્ટોરીની આસપાસ ફરે છે. ત્રણ યુવાનોએ તેને ફેસબુક પર ફિલ્મ માટે કાસ્ટિંગ કોલ કર્યો અને ૬ મહિના સુધી ઓડિશન આપ્યા બાદ તેણે રોલ સુરક્ષિત કર્યો. તે સમયે તેની પાસે મર્યાદિત નાણાકીય સાધનો હોવાથી, તે અન્ય ૧૨ મહત્વકાંક્ષી અભિનેતાઓ સાથે એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને તેમના માટે રસોઈ બનાવીને પૈસા કમાતા હતા. “પ્યાર કા પંચનામાં” તેમના પાત્રનો ચાર મિનિટનો એકપાત્રી નાટક હિન્દી ફિલ્મ માટે અત્યાર સુધીના સૌથી લાંબા સિંગલ શોટમાનો એક હતો.
તે પછી તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું જેમાં કાંચિ,પ્યાર કા પંચનામાં ૨, સોનું કે ટીટુ કી સ્વીટી, લુકા છૂપી, પતિ પત્ની ઔર વો, ભૂલ ભુલૈયા-૨, માં અભિનય કર્યો છે. આમ અત્યારના ફર્સ્ટ ક્લાસ હીરોમાં આ અભિનેતાની ગણતરી થાય છે.