બોલિવૂડ સ્ટાર વિકી કૌશલ અને કેટરિનાના લગ્નની તૈયારીઓ જોરશોરમાં- મહેમાનોનું લિસ્ટ હશે ટૂંકુ, મોબાઈલ અને ડ્રોન પણ બેન
- કેટરીના અને વિકી કૌશલના લગ્નની ચર્ચાઓ એ જોર પકડ્યું
- 10 ડિસેમ્બરના રોજ કરવા જી રહ્યા છએ લગ્ન
- જો કે હજી સુધી સત્તાવાર રીતે કોઈ જાણકારી મળી નથી
- લગ્નમાં માત્ર 120 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા
મુંબઈઃ- છેલ્લા મહિનાથી બોલિવૂડનું સ્ટાર કવપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે, આ બન્નેના લગ્નની ચર્ચાઓ જોરશોરમાં ચાલી રહી છે તો બીજી તરફ મીડિયા રિપોર્ટસ પ્રમાણે પણ તેમના લગ્નની તૈયારીઓ જોરશોરમાં છે.વિકી અને કેટરિનાના લગ્નને લઈને ઘણા અલગ-અલગ સમાચાર પણ સામે આવ્યા છે, પરંતુ અત્યાર સુધી કપલ દ્વારા કોઈપણ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે 9 ડિસેમ્બરે વિકી અને કેટરીના લગ્નના બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે તો બીજી તરફ લગ્નની ગોપનીયતા પર પણ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લગ્નના ફોટા લીક ન થાય તે માટે મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ કપલના લગ્નને લઈને વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે.
આ સાથે જ વિકી-કેટરિનાના ફોટો એક ઇન્ટરનેશનલ મેગેઝિન દ્વારા રિલીઝ કરવામાં આવશે. તે જ સમયે, સમાચાર સામે આવ્યા છે કે ઇવેન્ટની ગોપનીયતાને લઈને વધુ એક પગલું લેવામાં આવ્યું છે કે લગ્નની નજીકમાં ડ્રોન ઉડાડી શકાશે નહીં અને જો કોઈ ડ્રોન જોવા મળશે તો તેને નષ્ટ કરી દેવામાં આવશે.
મળતી માહિતી મુજબ, વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની એક હોટલમાં યોજાશે. શુક્રવારે જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ આ લગ્નના કાર્યક્રમોને લઈને બેઠક યોજી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાર દિવસીય લગ્ન સમારોહ માટે કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવા માટે બેઠક યોજવામાં આવી હતી જેમાં લગ્નના આયોજનમાં સામેલ લોકો સાથે કાયદા અને વહીવટી અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ બેઠક મુખ્યત્વે લગ્ન દરમિયાન ટ્રાફિક અને પરિવહનના સુચારૂ સંચાલનના સંકલન સાથે સંબંધિત હતી. લગ્નમાં હાજરી આપનારાઓએ કોવિડ વિરોધી રસીના બંને ડોઝ મેળવ્યા હોવા જોઈએ અને જેમને રસી આપવામાં આવી નથી તેઓએ RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાતપણે દર્શાવવો પડશે.
જો આ કપલના લગ્નમાં મહેમાનોની વાત કરવામાં આવે તો 120 મહેમાનો 7 થી 10 ડિસેમ્બર સુધી ચાર દિવસ માટે લગ્ન સમારોહમાં હાજરી આપશે અને લગ્ન સવાઈ માધોપુરના ચોથ કા બરવાડા નગરની એક હોટલમાં યોજાનાર છે