બોલિવૂડ સ્ટાર વિકી કૌશલ-કેટરીના કૈફ રોયલ મંડપમાં લેશે સાતફેરાઃ ઐતિહાસિક સ્થળ પર કરશે શાનદાર લગ્ન,જાણો લગ્ન વિશેની ખાસ વાતો
- કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન હશે શાનદાર
- 700 વર્ષ જૂના કિલ્લામાં થશે લગ્ન
- ભવ્ય મંડપથી લઈને ખાસ તૈયારીઓ શરુ
મુંબઈઃ- બોલિવૂડની એદાકાર કેટરીના કૈફ અને ખૂબ જ ટૂંક સમયમાં બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર વિકી કૌશલ બન્ને એક બીજા સાથે લ્ગનના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે,ભલે તેમણે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી,પરંતુ હાલ રાજસ્થાનમાં તેમના લગ્નની તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે,એટલું જ નહી રાજસ્થાન પોલીસ પણ તેમના લગ્નના બંદોબસ્તમાં ગોઠવાઈ ચૂકી છે,લગ્નના દિવસોને લઈને પ્લાનિંગ શરુ થઈ ચૂક્યા છે,કહેવામાં આવી રહ્યું છે કે બન્ને 9 ડિસેમ્બરના રોજ સાત ફેરા ફરશે.તો ચાલો જોઈએ આ સેલિબ્રિટીના લ્ગનની શાનદાર તૈયારીઓ કેવી હશે.
કંઈક આવી હશે આ કપલના લગ્નની ઝાકમજાળ
- કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન હાલ સૌથી વધુ ચર્ચામાં છે. બંને 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. રિસેપ્શન 10મી ડિસેમ્બરે યોજાશે. આ ભવ્ય લગ્નમાં 120 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
- આ કપલના લગ્ન સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ટ બરવારા હોટલમાં મોયોજાવાના છે જેવી ભવ્ય તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે.
- આ સાથે જ હોટલની બહાર મોટી સંખ્યામાં ચંદરવો લગાવવામાં આવી રહ્યા છે.
- ખાસ લગ્ન માટે મુંબઈથી ટેન્ટ મંગાવવામાં આવ્યા છે. જે હોટલની અંદર સ્થાપિત કરવામાં આવશે.
- આ સાથે VIP મુવમેન્ટને કારણે હોટલની બહાર મુખ્ય માર્ગ પર બેરિકેડિંગ મુકવામાં આવ્યા છે. કેટરિના અને વિકીના લગ્નનું ફંક્શન 9 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી આ હોટલમાં યોજાશે.
- કેટરીના અને વિકીના લગ્ન માટે ખાસ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. જેને સંપૂર્ણ રીતે શાહી શૈલીમાં શણગારવામાં આવ્યો છે.
- આ મંડપમાં ચારે બાજુથી કાચમાં બંધ કરાયેલા પેવેલિયનને ખૂબ જ આકર્ષક રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
- આ સાથે જ લગ્ન પછી, વિકી કૌશલ સિક્સ સેન્સ હોટલના રાજા માનસિંહ સ્વીટમાં રહેશે જ્યારે કેટરીના પ્રિન્સેસ સ્વીટમાં રહેશે. આ લગ્ન સંપૂર્ણપણે રાજકુમારોની શૈલીમાં યોજાનાર છે.
- આ શાહી લગ્ન માટે મોટા પાયે સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમારોહને વધુ સુરક્ષિત રાખવા માટે ખાનગી બાઉન્સરો ઉપરાંત પોલીસ પણ તૈનાત કરવામાં આવશે.
- વ્યક્તિગત બાઉન્સરોના રહેવા માટે ચોથ કા બરવાડા સ્થિત મીના ધર્મશાળા અને ચોથ માતા ટ્રસ્ટની ધર્મશાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે.
- હોટલની અંદર પ્રવેશવા માટે ત્રણ દરવાજા છે, પરંતુ હોટેલનો મુખ્ય દરવાજો જેમાંથી તમામ મહેમાનોને પ્રવેશ આપવામાં આવશે.
- લગ્ન બાદ વિકી અને કેટરીના ચોથ માતાના મંદિરે જઈને આશીર્વાદ લઈ શકે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે અહીં માતાના દર્શન કર્યા પછી જ લગ્નની વિધિ પૂર્ણ માનવામાં આવે છે. તેને જોવા માટે ભક્તોએ 700 પગથિયાં ચઢવા પડે છે. કેટ અને વિકીએ સાત ફેરા લેવા માટે સ્થળ તરીકે પસંદ કરેલ સિક્સ સેન્સ ફોર્ટ, 700 વર્ષ જૂનો કિલ્લો છે.
- આ કિલ્લાનું સાચું નામ ‘ચૌથ કા બરવારા’ છે. કેટરિના અને વિકીના લગ્નના આ સ્થળનું એક દિવસનું ભાડું 65 હજાર રૂપિયાથી શરૂ થઈને 4 લાખ 70 હજાર રૂપિયા સુધી છે.