- રણબીર અને આલિયા હમણા નહી કરે લગ્ન
- આ કપલના લગ્નની ચર્ચાઓ જોરશોરમાં ચાલી હતી
મુંબઈઃ-બોલિવૂડમાં કેટલાક કપલ એવા છે જે ઘણા સમયથી એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે, જેમાંના કેટલાક કપલની ચર્ચાઓ તો લગ્ન સુધી પહોંચી છે,એમાનું એક કપલ એટલે રણબીર કપૂર આને આલિયા ભટ્ટ, છેલ્લા ઘણા સમયથી આ બન્ને લગ્નની ચર્ચાઓ સમાચારની હેડલાઈન બની છે, ત્યારે હવે એક ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે કે આ કપલ હાલ મેરેજ કરશે નહી.
બોલિવૂડનું ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની ફિલ્મો કરતાં તેમની લવ લાઈફને લઈને વધુ ચર્ચામાં છે. બંનેના પ્રેમની શરૂઆત ફિલ્મ બ્રહ્માસ્ત્રથી થઈ હતી પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેમના લગ્નના સમાચાર હેડલાઈન્સ બની રહ્યા છે. તે જ સમયે, રણબીર અને આલિયા ઘણીવાર એકબીજાનો હાથ જોડીને રોમાન્સ કરતા જોવા મળે છે. ત્યારે હવે હમણા તેઓ લગ્ન નહી કરે પરંતુ રણબીર અને આલિયા એપ્રિલ મહિનામાં લગ્ન કરી શકે છે.
આલિયા અને રણબીરના લગ્ન વિશે તેમના પરિવાર તરફથી પણ કોઈ સ્પષ્ટ માહિતી નથી. બંનેના પરિવારજનોનું કહેવું છે કે જ્યારે પણ આવું થશે ત્યારે જ આ બાબત સામે આવશે. આલિયાની માતા સોની રાઝદાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આલિયા ક્યારે લગ્ન કરી રહી છે તેની તેમને પણ ખબર નથી અને તે જાણવા માટે ઉત્સાહીત પણ છે.
હાલમાં જ દિવાળીના તહેવાર પર આલિયા અને રણબીર કાલી પૂજા પંડાલમાં એક સાથે જોવા મળ્યા હતા. તેમની સાથે ફિલ્મ નિર્દેશક અયાન મુખર્જી પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન આલિયા અને રણબીર ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા અને બંનેની ઘણી પ્રેમથી ભરેલી પળો કેમેરામાં કેદ થઈ હતી.
આ સાથે જ ચાહકોએ પણ આ ફોટોઝ પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.રણબીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો કોરોના મહામારી ન આવી હોત તો તે અત્યાર સુધીમાં લગ્ન કરી લીધા હોત.ત્યારે હવે હમણા પણ તેઓ લગ્ન નથી કરી રહ્યા પરંતુ એપ્રિલ મહિનામાં આ કપલ લગ્ન કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે