Site icon Revoi.in

બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચાઓ જોરશોરમાં, જોધપુર એરપોર્ટ પર બન્ને સાથે જોવા મળ્યા

Social Share

મુંબઈ- બોલિવૂડમાં જો કોઈ સ્ટારપ્સ એકબીજા સાથે વધુ એવો સમય પસાર કરવા લાગે તો સ્વાભાવિક છે કે તેની અફેરની ચર્ચાઓ થવા લાગે છે આવાજ એક કપલમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો પણ સમાવેશ થાય છે, છેલ્લા ઘણા સમયથી આ બન્ને આક સાથે જોવા મળી રહ્યા છે, જો કે તેણે ક્યારેય પોતાના રિલેશનની જાહેરમાં વાત કરી નથી, પરંતુ બન્ને એકબીજા સાથે સારોએવો સમય સ્પેન્ડ કરતા જનરે પડતા હોય છે ત્યારે હવે તેમના લગ્નની ચર્ચાઓ પણ જોરશોરમાં ચાલી રહી છે

હાલ આ બંને કલાકારો તેમના કામમાં વ્યસ્ત છે અને તેમની પાસે ઘણી ફિલ્મો પાઇપલાઇનમાં પડી છે. આ બધાની વચ્ચે, ફરી એક વખત રણબીર અને આલિયાના લગ્નની અટકળો તેજ થઈ ગઈ જ્યારે બંને જોધપુરમાં પાપારાઝીઓ દ્વારા તેમના કેમેરામાં કેદ થયા.

આલિયા અને રણબીર જોધપુરના એરપોર્ટની બહાર જોવા મળ્યા હતા. આ દરમિયાન આલિયાએ જીન્સ સાથે ક્રોપ ટોપ અને ગ્રીન-વ્હાઇટ જેકેટ પહેર્યું હતું.અને રણબીર બ્રાઉન કલરના આઉટફિટમાં હતો. તેણે સનગ્લાસ પહેર્યા હતા અને માસ્ક પહેર્યું હતો. ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યા છે. ઓ ફોટો પર પ્રશંસકો ઘણી કોમેન્ટસ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે રણીબીર અને આલિયા તેમના લગ્નનું વેન્યૂ નક્કી કરવા નિકળ્યા છે.

https://www.instagram.com/bollywoodpap/?utm_source=ig_embed&ig_rid=2270ce81-f588-4fa6-bd92-249686128735

અત્યાર સુધી બંને પરિવારો તરફથી આ અંગે કોઈ માહિતી મળી નથી. 28 સપ્ટેમ્બરે રણબીર કપૂરનો જન્મદિવસ પણ છે. આવી સ્થિતિમાં એવું પણ બની શકે છે કે તે અહીં પોતાનો જન્મદિવસ ઉજવવા પહોંચ્યો હોય. આ પહેલી વાર નથી જ્યારે આ દંપતીના લગ્નની ચર્ચા થઈ રહી છે, આ પહેલા પણ ઘણી વખત આવી અફવાઓ ઉભી થઈ છે.

2021 નવા વર્ષ નિમિત્તે આલિયા અને રણબીર તેમના પરિવારના સભ્યો સાથે જયપુર ગયા હતા. ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ લગ્ન સ્થળ નક્કી કરવા આવ્યા હતા. જોકે, આ સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું હતું, તેઓ અહી ન્યૂઅર સેલિબ્રેટ કરવા માટે આવ્યા હતા.