બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનને ફ્રેન્ચ કટ દાઢી આ ડાયરેક્ટરના કહેવાથી કરાવી હતી
મુંબઈઃ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં બીગ-બી તરીકે જાણીતા અમિતાભ બચ્ચન ફિલ્મોમાં પોતાના પાત્રને લઈને નવા-નવા પ્રયોગ કરતા રહે છે. તેમના લૂકથી લઈને હેરસ્ટાઈલ પણ બદલતા રહે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન વર્ષોથી ફ્રેન્ચ કટ દાઢીમાં જોવા મળી રહ્યાં છે. તેમના આ લુક પાછળ જોરદાર કિસ્સો જોડાયેલો છે. નિર્દેશક રાકેશ ઓમપ્રકાશ મહેરાને આનો તમામ શ્રેય જાય છે. તાજેતરમાં જ તેમની ઓટોબાયોગ્રાફી ધ સ્ટ્રેન્જર ઈન ધ મિરર લોન્ચ થઈ છે. જેમાં પોતાની પ્રથમ ફિલ્મ અક્સનો ઉલ્લેખ કરાયો છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મુખ્ય રોલમાં હતા.
બોલીવુડના શહેનશાહે જણાવ્યું હતું કે, તેમણે જ ફિલ્મ અક્સમાં ફ્રેન્ચ કટ દાઢીને ડિઝાઈન કરી હતી. ત્યારથી મે હટાવી નથી. જ્યારે રાજેશ મહેરાએ લખ્યું હતું કે, શું કોઈ ડેબ્યુ કરનારા નિર્દેશક મોટા પર્દા ઉપર એક દિગ્ગજને પ્રયોગ કરવા માટે કહી શકે છે ? રાકેશ મહેરાએ કહ્યું હતું કે, જ્યારે અમિતાભ બચ્ચને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચીને પ્રતિક્રિયા આપી હતી. 1998માં અમિતજીને એક સ્ક્રિપ્ટ આપી હતી. તેમણે સાંજે દિલ્હી જતી ફ્લાઈટમાં વાંચશે તેવો અનુમાન હતો. હું ધ્રુજતો પણ હતો અને ઉત્સાહિત પણ હતો કે તેઓ શું વિચારે છે.
અમિતાભ બચ્ચને પૂછ્યું હતું કે, આપ સ્ક્રિપ્ટ લખી રહ્યાં હતા ત્યારે શું પી રહ્યાં હતા. તે સમયે મે કહ્યું હતું કે, કોક અને રમ, પછી અમિતાભ બચ્ચને કહ્યું ચલો કરીએ છીએ. રાજેશ મહેરાની મુખ્ય ફિલ્મોમાં દિલ્હી-6 અને રંગ દે બંસતીનો સમાવેશ થાય છે.
(Photo-Social Media)