દિલ્હી:અફ્ઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન દ્વારા સત્તાને સંભાળવામાં આવી છે ત્યારથી અને પહેલા પણ લોકો આતંકવાદથી ગભરાયેલા રહેતા હતા, અને હવે ફરીવાર આતંકવાદી દ્વારા આતંકી પ્રવૃતિને અંજામ આપવામાં આવ્યો છે. હાલમાં જ કાબુલ શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં બે રશિયન ડિપ્લોમેટ અને 18 અન્ય લોકોના મોત થયા છે.
આ 72 કલાકમાં બીજો મોટો બ્લાસ્ટ છે. આ બ્લાસ્ટ રશિયા એમ્બેંસીની સામે થયો છે. આ દરમિયાન ત્યાં અફઘાની લોકો વીઝા માટે લાઈનમાં ઊભા થયા હતા. જો કે, આ ધમાકો થયા બાદ અધિકારીઓ તરફથી કોઈ નિવેદન સામે આવ્યા નથી. સ્થાનિક સમાચાર અનુસાર રશિયન એમ્બેંસી બહાર થયેલા આ બ્લાસ્ટમાં બે રશિયન ડિપ્લોમેટ સહિત 20 લોકોના મોત થયા છે.
આ અગાઉ શુક્રવારે પણ એક ભીડભાડવાળી મસ્જિદમાં ધમાકો થયો હતો. આ ધમાકામાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા. 72 કલાકની અંદર આ બીજો મોટો બ્લાસ્ટ થયો હતો. તાલિબાની અધિકારી અને એક સ્થાનિક તબીબે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, હેરાત શહેરની ગુજારગાહ મસ્જિદમાં શુક્રવારે બપોરે નમાઝના સમયે આ વિસ્ફોટ થયો હતો. જ્યાં ભારે ભીડ હતી. ઘટનાસ્થળનો વીડિયોમાં મસ્જિદના આંગણામાં લાશો પડી હતી. જમીન પર લોહીના ખાબોચીયા ભરેલા હતા. ડરના માર્યા લોકો ચિસો પાડી રહ્યા હતા.