Site icon Revoi.in

રાષ્ટ્રગીતના અપમાન મામલે પશ્વિમબંગાળના સીએમ મમતા બેનર્જીને ન મળી રહાત,.બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

Social Share

મુંબઈઃ- પશ્વિમબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કોઈને કોઈ વાતને લઈને સમાચારોની હેડલાઈનમાં છવાયેલા રહે છે ત્યારે અગાઉ તેઓ રાષ્ટ્રગીતના અપમાનના મામલે ચર્ચામાં આવ્યા હતા તેમની ઘણી નિંદા આ બબાતે કરવામાં આવી હતી.આ ઘટના વર્ષ 2022ની છે.

વિતેલા વર્ષ દરમિયાન એક કાર્યક્રમમાં કથિત રીતે રાષ્ટ્રગીતનો અનાદર કરવા બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરતી ફરિયાદ કરવામાં આવી હતી  ત્માંયારે હવે બોમ્બે હાઈકોર્ટે આજરોજ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ કેસમાં  કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે.મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે સ્થાનિક ભાજપ કાર્યકર્તા વિવેકાનંદ ગુપ્તાની ફરિયાદ પર માર્ચ 2022માં બેનર્જીને સમન્સ જારી કર્યા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે જસ્ટિસ અમિત બોરકરની સિંગલ બેન્ચે જાન્યુઆરી 2023ના સેશન્સ કોર્ટના આદેશને પડકારતી બેનર્જીની અરજીને ફગાવી દીધી છે. અરજીમાં, મમતા બેનર્જીએ રાષ્ટ્રગીતનો કથિત અનાદર કરવા બદલ એફઆઈઆર નોંધવાની માંગ કરતી અરજીને રિમાન્ડ પર લેવાના વિશેષ ધારાસભ્ય કોર્ટના નિર્ણયને મેજિસ્ટ્રેટની કોર્ટમાં પુનર્વિચારણા માટે પડકાર્યો હતો.જો કે આ મામલે તેમને રાહત મળી નથી કોર્ટ દ્રારા અરજી ફગાવવામાં આવી છે.

સ્થાનિક કાર્યકર્તા વિવેકાનંદ ગુપ્તાની ફરિયાદ પર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે માર્ચ 2022માં બેનર્જીને સમન્સ જારી કર્યા હતા. તેમની ફરિયાદમાં ગુપ્તાએ દાવો કર્યો હતો કે ડિસેમ્બર 2021માં યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીત વાગ્યું ત્યારે પણ બેનર્જી બેઠા  રહ્યા હતા, પછી અચાનક વચ્ચે ઊભા થઈ ગયા અને બે લાઈનો ગાયા પછી અચાનક મૌન થઈ ગયા અને ચાલ્યા ગયા તે મામલે મમતા બેનર્જી સામે તેમણે ફરીયાદ દાખલ કરી હતી.