વોટ્સએપથી બૂક કરો દિલ્હી મેટ્રોની ટિકિટ, તહેવારોની સિઝનમાં લાંબી કતારોમાંથી રાહત મળશે
દિલ્હી: રાજધાની દિલ્હી મેટ્રોમાં હંમેશા ભારે ભીડ જોવા મળે છે. કેટલીકવાર સવાર અને સાંજના પીક ટાઇમ દરમિયાન આ પર મુસાફરી કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તહેવારોની સિઝનમાં મુસાફરોની ભીડ અનેકગણી વધી જાય છે. આવા સમયે મેટ્રો સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર પણ લાંબી લાઈનો જોવા મળે છે. જો તમારે પણ મેટ્રોની ટિકિટ માટે દરરોજ સંઘર્ષ કરવો પડે છે, તો હવે અમે તમને એક સરળ રસ્તો જણાવવા જઈ રહ્યા છીએ. તમે તમારી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp દ્વારા મેટ્રો ટિકિટ બુક કરી શકો છો.
તાજેતરમાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને મુસાફરોને વોટ્સએપ દ્વારા દિલ્હીના તમામ મેટ્રો સ્ટેશનો માટે ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડી છે. હવે તમે તમારા ફોનથી દિલ્હી NCRની તમામ લાઇન તેમજ ગુરુગ્રામ રેપિડ મેટ્રો માટે થોડી જ સેકન્ડોમાં ટિકિટ બુક કરી શકો છો.
આ સુવિધા માટે ડીએમઆરસીએ મેટા અને તેમના અધિકૃત ભાગીદાર Pelocal Fintech Pvt. Ltd સાથે ભાગીદારી કરી છે.આ સેવા શરૂ થયા બાદ હવે તમે મુસાફરી શરૂ કરતા પહેલા જ તમારા ઘરેથી ટિકિટ બુક કરાવી શકો છો. વોટ્સએપ ચેટબોટમાં ટિકિટ બુક કરવા માટે હિન્દી અને અંગ્રેજી બંને ભાષા સપોર્ટેડ છે.
આ રીતે ટિકિટ બુક કરો
- વોટ્સએપ દ્વારા દિલ્હી મેટ્રોની ટિકિટ બુક કરવા માટે તમારે પહેલા વોટ્સએપ ચેટ બોક્સમાં જવું પડશે.
- આ પછી, સૌથી પહેલા 9650855800 પર Hi મોકલો.
- હવે તમને તમારી ભાષા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે.
- હવે આગળના સ્ટેપમાં Buy Ticket ના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારે બંને સ્ટેશનના નામ દાખલ કરવા પડશે જ્યાંથી તમે મુસાફરી શરૂ કરવા માંગો છો અને જ્યાં તમે જવા માંગો છો.
- હવે તમારે ટિકિટની સંખ્યા ફિલ કરવાની રહેશે, એટલે કે તમે કેટલી ટિકિટ ખરીદવા માંગો છો.
- હવે પેમેન્ટની વિગતો તમારી સામે આવશે અને પછી તમને પેમેન્ટ મેથડનો વિકલ્પ આપવામાં આવશે.
- તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI, Paytm દ્વારા ચૂકવણી કરીને ચેટ બોક્સમાં સીધી ટિકિટ મેળવી શકો છો.