અમદાવાદઃ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રદેશ, સાહિત્ય સાધના ટ્રસ્ટ અને સામાજીક સમરસતા મંચ ગુજરાતના સંયુકત ઉપક્રમે ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસિદ્ધ સાહિત્યકાર અને ચિંતક શ્રીધર પરાડકર દ્વારા લિખિત ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથ મંડળનું અનુવાદ દેવાંગ આચાર્ય અને ડો. ભરત ઠાકોરે કર્યુ છે.
શહેરના મણીનગરમાં આવેલા ડૉ. હેડગેવાર ભવન ખાતે 14મી માર્ચના રોજ સાંજે 7:00 કલાકે ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્ય મહેમાન તરીકે અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રીધર પરાડકર અને અતિથિવિશેષ તરીકે ugvcl ના ચીફ એન્જિનિયર વિનોદ શ્રોફ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડો. કલાધર આર્ય, સામાજિક સમરસ મંચના અધ્યક્ષ ખેમચંદભાઈ પટેલ અને સાહિત્ય સાધના ટ્રસ્ટના અધ્યક્ષ રસિકભાઈ ખમાર પણ ઉપસ્થિત રહેશે.