મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ ટ્રેનનું બુકિંગ શરુ – 17 થી શરુ થતી આ ટ્રેનયાત્રામાં ફેસ શીલ્ડ ફરજીયાત
- આજથી તેજસ ટ્રેનનું બુકિંગ શરુ
- 17 તારીખથી શરુ થશે તેજસ ટ્રેનની યાત્રા
- યાત્રીઓ માટે ફેસ શીલ્ડ
- મુંબઈ થી અમદાવાદની યાત્રા
આજથી તેજસ ટ્રેન માટેની બૂકિંગ શરુ થઈ રહી છે, ભારતીય રેલ્વે ખાનપાન અને પર્યટન નિગમના આધારે યાત્રીઓને ટ્રેનમાં ફૂડ પેકેટ આપવામાં આવશે, આઈઆરસીટીસી એ તેજસ એક્સપ્રેસમાં યાત્રા કરનારા લોકો માટે શીલ્ડ ફેસ ફરજીયાત કર્યું છે.શીલ્ડ ફેસ વગર યાત્રીઓને ટ્રેનમાં બેસવા દેવામાં આવશે નહી.
તેજસ એક્સપ્રેસ ચલાવવાનો નિર્ણય મંગળવારના રોજ રેલ્વે બોર્ડ અને ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશનના અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો. તેમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ દોઢ કલાક વહેલા આવવું પડે છે. એટલે કે, લખનૌ સ્ટેશનથી સવારે 6: 10 વાગ્યે મુસાફરી કરવા માટે, સવારે 4:30 વાગ્યે સ્ટેશન પર આવી પહોંચવું પડશે.
આ ટ્રેન ટ્રેન બપોરે 12:25 કલાકે નવી દિલ્હી ખાતે આવી પહોંચશે. મુસાફરો માટે સેનિટાઈઝર્સ અને માસ્ક આપવા માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, કોરોનાને ધ્યાનમાં લઈને આ સેવામાં અનેક સતર્કતા દાખવવી પડશે, તેજસ એક્સપ્રેસ 17 તારીખથી મુંબઇ અને અમદાવાદ વચ્ચે કાર્યરત થશે.
સાહીન-