સુરતઃ કોરોના વાયરસના કારણે જે લોકડાઉન અને કર્ફ્યુને કારણે તેની ગંભીર અસર હીરાઉધોગ અને તેમાં કામ કરતા લાખો રત્નકલાકારો ને થઈ છે. રત્નકલાકારો બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે પાયમાલ થઈ ગયા હતા અને કેટલાક રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધાના બનાવો બન્યા હતા દરમિયાન હાલ હીરાઉધોગમાં તૈયાર હીરાની નિકાસમાં ખૂબ સારો વધારો થયો છે એવા અહેવાલો જી.જે.ઇ.પી.સી દ્વારા મળી રહ્યા છે હીરાઉધોગ મા અત્યારે ખૂબ સારી તેજી છે.બીજી તરફ મંદી મંદી કરીને રત્નકલાકારોના 25% થી 35% સુધી ના પગાર મા ધળખમ ઘટાડો કરી રત્નકલાકારોને ઓછા પગારમાં કામ કરવા મજબૂર કરવામા આવ્યા હતા
અત્યારે હીરાઉધોગમાં તેજી છે તો ઉધોગપતિઓએ પોતાના જ ઘર ભરવાને બદલે રત્નકલાકારોનુ પણ ગુજરાન વ્યવસ્થિત ચાલે અને રત્નકલાકારોના પરિવાર ના ભવિષ્ય પણ હીરા ની જેમ ચમકતા થાય એ જોવાની ફરજ સરકાર અને ઉદ્યોગકારો છે તેમ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા જણાવવામાં આવ્યું હતું.
યુનિયને વધુમાં કહ્યું હતું કે, કોરોના વાયરસના કારણે જ્યારે લોકડાઉન જાહેર થયું ત્યારે સરકારે એવો પરિપત્ર જાહેર કર્યો હતો કે દરેક કંપની એ પોતાના કામદારોને લોકડાઉનનો પગાર આપવાનો રહેશે પણ સરકાર પોતે જાહેર કરેલ પરિપત્રનો અમલ કરાવવામા નિષ્ફળ રહી હતી જેના કારણે હીરાઉધોગ ના રત્નકલાકારો સહિત ગુજરાતના મોટા ભાગ ના કામદારોને લોકડાઉનનો કોઈ જ પગાર મળ્યો નહોતો. પગાર ના મળવા ને કારણે રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા અને ઘર ગુજરાન ચલાવવામા ભારે તકલીફનો સામનો કરી રહ્યા હતા. હીરાઉધોગમાં રત્નકલાકારો બરબાદ થઈ રહ્યા હતા તેમ છતા સરકારે કે ઉધોગપતિઓએ રત્નકલાકારોને આર્થિક મદદ કરી નહોતી.
હાલ હીરાઉધોગમાં તેજી હોવા છતાં પણ ઉધોગપતિઓ દ્વારા રત્નકલાકારોના પગારમા વધારો કરવામા આવ્યો નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુનિયને રત્નકલાકારોના પગારમા વધારો કરવાની માંગણી સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.