ખેડૂત આંદોલનને લઈને દિલ્હી સરહદ વિસ્તારોની હોટલોના વ્યવસાયમાં તેજીનો માહોલ – ગેસ્ટહાઉસ બની લોકોની પહેલી પસંદ
- દિલ્હીમાં ખંડૂત આંદોલન હોટલો માટે આશિર્વાદ સમાન
- હોટલના વ્યવસાયમાં તેજીનો માહોલ
- દેશના જુદા જુદા ભાગોમાંથી લોકો સનમર્થન આપવા આવી રહ્યા છે
દિલ્હીઃ-રાજધાની દિલ્હીની સીમાઓ પર બેઠેલા આંદોલનકારી ખેડૂતોને ટેકો આપવા માટે દેશ-વિદેશના ગાયકો, અભિનેત્રીઓ અને અનેક લોકો આ સ્થળે આવી રહ્યા છે.જેને લઈને તેમની રહેવાની વ્યવસ્થાના કારણે દિલ્હીની ,સીમાઓ આસપાસ આવેલી હોટલોમાં એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યા છે.
લોકોના આગમનને લઈને હવે સ્થિતિ એવી સર્જાય છે કે, હોટલોમાં રોકાવા માટે એડવાન્સ બુક કરાવ્યા પછી પણ તેની કોઈ ગેરેંટી નથી કે તમને તમારી પસંદગી પ્રમાણે રૂમ મળે. ખેડૂત આંદોલન ક બાજુ ઉગ્ર બની રહ્યું છે તો બીજી તરફ હોટલ વ્યવસાયમાં તેજી જોવા મળી રહી છે.
જો કે રહેવા માટે વધુ પૈસા ખર્ચ કરનારાઓ માટે રિસોર્ટ અને અનેક મોટી હોટલો ઓપ્શનમાં છે, અલીપુર, બખ્તાવરપુર, નરેલા,સલિઁધુ અને કુંડલી રોડ પર આવેલી અનેક હોટલોની બુકિંગ જો પહેલાથી કરાવવામાં નથી વી તો અહી આવતા લોકોએ અન્ય વિસ્તારમાં રોકાવાની ફરજ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે,હોટલોથી લઈને નાના નાના ગેસ્ટ હાઉસમાં પણ બૂકિંગ ફૂલ જોવા મળી રહ્યા છે.
જો કે સામાન્ય લોકોને મોચા ખર્ચ પોસાય તેમ ન હોવાથી વધુ કરીને લોકો ગેસ્ટ હાઉસના રુમ પર પોતાની પહેલી પસંદ ઉતારે છે જે તેઓને 500 થી લઈને 700 રપિયા સુધી મળી રહે છે, જો કે સ્થિતિ એવી સર્જાઈ છે કે હવે તમામ ગેસ્ટહાઉસ પણ ફુલ જોવા મળી રહ્યા છે.
દિલ્હી-હરિયાણાની સિંઘુ સરહદ પર પંજાબ અને હરિયાણા સહિત દેશના કેટલાક રાજ્યોના ખેડૂતોને અન્ય વર્ગ પણ સમર્થન આપી રહ્યા છે. આમાં કલાકારો, શિક્ષણવિદો, હિમાયતીઓ વગેરેનો સમાવેશ થાય છે.જેના કારણે લોકો તેમના બજેટ પ્રમાણે નજીકની હોટલો અને ગેસ્ટ હાઉસ શોધી રહ્યા છે.
અનેક હોટલોમાં એડવાન્સ બૂકિંગ પુરજોશમાં
હાલ આ વિસ્તારમાં આવેલી જસ્ટ ચિલ, લાવણ્યા, દિ જેહાન, અલીપુર સિવાય, કુંડલી રોડ પર ઘણી હોટલો છે, જ્યાં રોકાવા માટે પહેલેથી બુકિંગ કરવામાં આવી રહ્યું છે. અક બાજુ આંદોલન ચાલી રહ્યું છે તો બીજી તરફ અહી આવતચા લોકો માટે હોટલો ગેસ્ટહાઉસોનું બુકિંગ પુરજોશમાં ચાલી રહ્યું છે.
કૃષિ કાયદાને રદ કરવાની માંગ કરી રહેલા ખેડૂતોનો ઉદ્દેશ્ય એક જ છે કે તેઓ તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં જાય. તેથી તેઓ તંબુઓ, ટ્રેક્ટર-ટ્રોલીઓમાં અથવા નજીકના મેમોરિયલ હોલમાં રોકાણ કરી રહ્યા છે. ખેડુતોનું કહેવું છે કે તેઓ તેમના પરિવારને છોડીને હકની લડત લડી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓને ખેતરોમાં પણ દરેક ઋતુઓ સામે લડવાની આદત છે. જોકે, શૌચાલયોના અભાવે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સાહિન-