નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં સતત તેજીની ચાલ જોવા મળી રહી છે. આજે સેન્સેક્સ વધારા સાથે 74 હજાર 900 અને નિફ્ટી વધારા સાથે 22 હજાર 700 આસપાસ કારોબાર કરી રહ્યાં છે. આજે મેટલ અને એનર્જી સેક્ટર્સ તેજીનું નેતૃત્વ કરી રહ્યાં છે.
કોમોડિટીની વાત કરીએ તો બ્રેંટ ક્રૂડ ઓઈલ વધારા સાથે 89.50 ડોલર પ્રતિ બેરલ આસપાસ કારોબાર કરી રહ્યું છે. તો સોના-ચાંદીના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે. MCX પર સોનાનો ભાવ રૂ. 71 હજાર 625 પ્રતિ તોલા અને ચાંદીનો ભાવ રૂ. 82 હજાર 990 પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો છે.
તો ડોલર સામે રૂપીયો મજબૂત થઈ 83.21 થયો છે. ઉલ્લેખનીય છે કે આજે આવનાર અમેરિકાના માર્ચ મહિનાનાં મોંઘવારીના આંકડા પર વૈશ્વિક બજારોની નજર છે. ઘટી રહેલા નિફ્ટી શેરોમાં ડીવીની લેબ્સ, સન ફાર્મા, એસબીઆઈ લાઈફ, એપોલો હોસ્પિટલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ નુકસાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે.