નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર દરરોજ નવા શિખરો શર કરી રહ્યું છે. ત્યારે આજે નવરાત્રિના પ્રથમ દિવસે બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સે 75000નો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો છે. તો નિફ્ટીએ પણ 22 હજારની સપાટી વટાવી હતી.
હાલ બીએસસીનો સેન્સેક્સ 236 પોઈન્ટ વધી 75 હજાર 70 પર તો નિફ્ટી 83 પોઈન્ટ વધી 22 હજાર 750 પર કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ, સોનું અને ચાંદી પણ આજે ઓલ ટાઈમ હાઈ પર રહ્યાં છે. સોનાએ 71 હજારની જયારે ચાંદીએ પણ 81 હજારની સપાટી વટાવી છે.
સેન્સેક્સમાં આજે ઈન્ફોસિસ 2.02 ટકા અને અપોલો હોસ્પિટલ 1.29 ટકા ઉપર છે. એચસીએલ ટેક, હીરો મોટોકોર્પ, વિપ્રો, અદાણી પોર્ટ્સ, ટક મહિન્દ્રા, ટીસીએસ જેવા શેરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના સૌથી વધુ વધતા શેરોની વાત કરીએ તો ઈન્ફોસીસ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા શેરોમાં મજબૂતીથી ટ્રેડ થઈ રહ્યો છે.