Site icon Revoi.in

ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો, ફાઈઝર વેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોનથી રક્ષણ આપવામાં સક્ષમ

Social Share

દિલ્લી: ઓમિક્રોન વેરિયન્ટને લઈને મોટા ભાગના દેશો ચિંતામાં છે, ત્યારે તેનાથી રક્ષણ કેવી રીતે મળે તેને લઈને ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ જાણકારી આપી છે. વાત એવી છે કે વિશ્વભરમાં કોરોનાના ઓમીક્રોન વેરિઅન્ટએ ભરડો લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ઓમીક્રોન સામે બધી જ રસી બિનઅસરકારક છે.

ઈઝરાયલના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ફાઇઝર રસીનો ત્રીજો બૂસ્ટર ડોઝ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે થતા ચેપના કેસોમાં 70 થી 75 ટકા રક્ષણ પૂરું પાડે છે. ઇઝરાયેલના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેઓએ સંશોધનમાં શોધી કાઢ્યું છે કે ફાઈઝર-બાયોએનટેક કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝથી લોકોના શરીરને ઓમિક્રોન વેરિઅન્ટ સામે નોંધપાત્ર રક્ષણ મળે છે.

શીબા મેડિકલ સેન્ટર અને હેલ્થ મિનિસ્ટ્રીની સેન્ટ્રલ વાઈરોલોજી લેબોરેટરી દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં 5-6 મહિના પહેલા રસીના બે ડોઝ અને એક મહિના અગાઉ બૂસ્ટર ડોઝ આપવામાં આવેલા 20 લોકોના લોહીની સરખામણી કરવામાં આવી હતી.

શીબામાં ચેપી રોગોના એકમના ડિરેક્ટર ગિલી રેગેવ-યોચેએ જણાવ્યું હતું કે જે લોકોને 5 કે 6 મહિના પહેલા બીજો ડોઝ મળ્યો હતો તેઓમાં ઓમિક્રોન સામે ચેપ અટકાવવાની ક્ષમતા નથી. તેમણે કહ્યું, “સારા સમાચાર એ છે કે બૂસ્ટર ડોઝ સાથે વાયરસ સામે લડવાની શરીરની ક્ષમતા લગભગ સો ગણી વધી જાય છે. બૂસ્ટર ડોઝ એ એક મહત્વપૂર્ણ રક્ષણ છે.