અમદાવાદ સોલા સિવિલમાં શરુ થયું કોવેક્સિનના બુસ્ટર ડોઝનું ટ્રાયલ – 550 લોકોને પ્રથમ ડોઝ અપાયો
- કોરોનાની કો વેક્સિનનું ટ્રાયલ
- અમદાવાદની સોલા સિવિલમાં બુસ્ટર ડોઝનું પરિક્ષણ શરુ થયું
- 550 લોકોને આપવામાં આવ્યો ડોઝ
અમદાવાદઃ-સમગ્ર દેશમાં કોરોનાને હાહાકાર મચ્યો છે તો દરેક લોકોની આશ હવે વેક્સિન પર છે.ત્યારે વેક્સિનને લઈને અનેક ટ્રાયલ કરવામાં આવી રહ્યા છએ જે હેઠળ અમદાવાદમાં આવેલ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીનનું ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે સોલા સિવિલમાં કોરોનાની કોવેક્સિનનો પહેલો ડોઝ ટ્રાયલરુપે 550 જેટલા સ્વયં સેવકોને આપવામાં આવ્યો છે ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિતેલા મહિનાની 25 નવેમ્બરથી સોલા સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયેલા પરિક્ષણ હેઠળ વેક્સીનનો ડોઝ જેણે પણ લીધો છે તેમાંથી કોઈ પણ વ્યક્તિએ કોઈ આડઅસરની કે અન્ય બીમારીની ફરીયાદ નોંધાવી નથી,અર્થાત કોવેક્સિનનું પરિક્ષણ સાચી સફળ દિશામાં થઈ રહ્યું છે.
આ હોસ્પિટલના વડા અને ડોક્ટરે જણાવ્યું હતું કે,ગુજરાત રાજ્યના એકમાત્ર વેક્સીન ટ્રાયલના સેન્ટર પર આજથી કોવેક્સીનનો બીજો એટલે કે બુસ્ટર ડોઝ વોલિન્યિટર્સને આપવામાં આવ્યો છે.. બુસ્ટર ડોઝ આપ્યા બાદ વોલિન્યર્સને 30 મિનિટ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. જો કે આ ડોઝ લીધા બાદ કોઈને પણ કોઈ પ્રકારની ફરીયાદ નથી, તેઓ સ્વસ્થ છે.
સાહિન-