Site icon Revoi.in

દેશમાં વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત, શાપર-વેરાવળમાં ફ્રન્ટલાઈન વર્કર અને વરિષ્ઠ નાગરીકોને મળશે બૂસ્ટર ડોઝ

Social Share

રાજકોટ: દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળે છે. દિનપ્રતિદિન કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળતા તંત્ર એલર્ટ થયું છે વધતાં જતાં કોરોનાને કારણે સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ આપવાની વાત કરવામાં આવી હતી. જેથી કરીને સંક્રમણને બને તેટલુ કાબૂમાં લઈ શકાય.

રાજ્યમાં આજથી ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી ઉપરની વયના લોકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.ત્યારે શાપર વેરાવળમાં પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે.જેમાં 60 વર્ષથી મોટી વયના કોમોર્બિડ લોકો અને ફ્રન્ટ લાઈન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. શાપર વેરાવળના સેક્ટર 29ના અર્બન હેલ્થ સેન્ટરથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.