Site icon Revoi.in

અમદાવાદના નરોડામાં બુટલેગરે બાઈક પર જઈ રહેલા બે કોન્સ્ટેબલ પર કર્યો હુમલો, 4ની ધરપકડ

Social Share

અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર જીગાએ ફરી એક વખત પોલીસ પર હુમલો કર્યો હતો. રાત્રે બાઈક પરથી પસાર થતાં બે પોલીસ કર્મચારીને ડંડા અને ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર મામલે હાલ નરોડા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. એમાં મુખ્ય આરોપી હજુ પકડાયો નથી. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. આ બનાવને પગલે ઝોન-4ના DCP કાનન દેસાઈ અને શહેર પોલીસ કમિશનર દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે.

શહેરના નરોડા વિસ્તારમાં પોલીસ પર કરેલા હુમલા કેસમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. જીગ્નેશ ઉર્ફે જીગો સોલંકી કુખ્યાત આરોપી છે, તેની વિરુદ્ધ દારૂ સંબંધિત અને મારામારીના અનેક ગુના નોંધાયા છે.  બુટલેગર જીગો સોલંકી બે થી ત્રણ વખત પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. અગાઉ પણ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા આવેલી પોલીસ પર હુમલો કર્યો હતો.

આ બનાવની વિગત એવી હતી. કે,  સ્ટેટ મોનિટરીંગ સેલ એટલે કે SMC માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ધર્મરાજસિંહ ભાટી અને અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા તેમના મિત્ર બંને સાથે બાઈક પર નિકળ્યા હતા. અને બંને પોલીસ કર્મચારીઓ નરોડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કુખ્યાત બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો સોલંકી અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો. હુમલામાં બુટલેગરનો અનિલ ઉર્ફે કાલી, સંજય સોલંકી અને તેના સાગરીતો પણ સામેલ હતા.બુટલેગર અને તેના સાગરિતોએ  બંને પોલીસ કર્મચારીને આંતરીને અટકાવ્યા હતા અને તેમની સાથે તકરાર શરુ કરી હતી. બાદમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ પોલીસ કર્મચારીઓનો મોબાઈલ, રોકડ અને બાઈકની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને SMC ને થતા પોલીસ કાફલોએ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ જીગ્નેશ ઉર્ફે જીગો સોલંકી કુખ્યાત આરોપી છે, તેની વિરુદ્ધ દારૂ સંબંધિત અને મારામારીના અનેક ગુના નોંધાયા છે.  બુટલેગર જીગો સોલંકી પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. અગાઉ પણ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા આવેલી પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં આરોપી સંજય સોલંકીએ લોખંડના હથોડાથી પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો.  પોલીસને દોડાવી દોડાવી માર મારતા આરોપીઓનો વીડિયો વાયરલ પણ થયો હતો. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ફરાર હોવાથી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે આ કુખ્યાત બુટેલગર અને તેના ભાઈઓનો આંતક અને દહેશત વધી રહ્યો હોવાથી પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.