Site icon Revoi.in

સીમા વિવાદને લઈને ચીનનો લૂલો બચાવ, ભારત ઉપર કર્યું દોષારોપણ

Social Share

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. તેમજ ચીનની સેનાએ ભારતીય સીમામાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા ઝપાઝપી થઈ હતી. બીજી તરફ ચીનની વિસ્તારવાદીનિતીનો અમેરિકા સહિતના દેશો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે ચીન બચાવની સ્થિતિમાં આવી ગયું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે લૂલો બચાવ કરતા સીમા વિવાદને લઈને ભારત ઉપર દોષારોપણ કરી રહ્યાં છે. તેમણે લૂલો બચાવ કરતા દાવો કર્યો હતો કે, ભારતે સમજોતો તોડ્યો હતો અને LACને પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ચીનના આ દાવાને ભારતે નકાર્યો હતો.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બચાવમાં જણાવ્યું હતું કે, કોઈ પણ દેશના અધિકારક્ષેત્રમાં ચીન દાવો નથી કરતું. તેમજ ચીન સેનાએ કોઈ સીમા પાર નથી કરી. ભારતે સમજોતો તોડ્યો હતો અને વાતાવરણને બગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તીબેટ મુદ્દે જણાવ્યું હતું કે, તિબેટને સમર્થન કરનારાઓનો ચીન વિરોધ કરે છે. તિબેટના સ્વતંત્ર સેનાની અલગાવવાદી ગતિવિધિઓને સમર્થન કરનારા દેશનો ચીન વિરોધ કરી રહ્યું છે. ચીન પાસે માહિતી છે કે, તિબેટીયન અને અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA વચ્ચે લાંબા સમયથી સંબંધ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને સંબંધમાં તણાવ આવ્યો છે. એટલું જ નહીં ભારત સરકાર દ્વારા ચીનની કંપનીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. દરમિયાન તાજેતરમાં સીમા ઉપર ચીનની સેનાએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ભારતીય સેનાએ અટકાવતા ઝપાઝપી કરી હતી. જેથી સતર્ક બનેલી ભારત સરકારે સીમા ઉપર મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભૂલ સ્વિકારવાને બદલે ભારત ઉપર દોષ ટોપલો ઢોળતા વિવાદ વધુ વકરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.