Site icon Revoi.in

બોટાદ લઠ્ઠાકાંડઃ હાઈકોર્ટે જામીન અરજી ફગાવવાનું વલણ અપનાવતા આરોપીએ અરજી પરત ખેંચી

Social Share

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાંકાડમાં સર્જાયેલા પકડાયેલા આરોપી જયેશ ખાવડિયાએ જામીન ઉપર મુક્ત થવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફગાવી દેવાનું વલણ અપનાવતા આરોપીએ જામીન અરજી પરત ખેંચી લીધી હતી.

કેસની હકીકત અનુસાર બોટાદ જિલ્લાના બરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 42થી વધારે વ્યક્તિના મોત થયાં હતા. પોલીસની તપાસમાં દારૂમાં કેમિકલ મિક્સ કરાયો હોવાનું ખૂલ્યું હતું. તેમજ પીપળજમાં આકેલી એક કંપનીમાંથી પ્રતિબંધિત મિથાઈલ આલ્કોહોલનો 600 લીટરનો જથ્થો લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ કેમિકલ મિક્સ કરીને બુટલેગરોએ દારૂ બનાવ્યો હતો. પીપળજમાં આવેલી કંપનીના લેબર સુપર વાઈઝર જયેશ ખાવડિયાની સંડોવણી સામે આવી હતી. જયેશે કંપનીમાંથધી કેમિકલનો જથ્થો ચોરીને ટેમ્પો મારફતે બુટલેગરોને સપ્લાય કર્યો હતો. પોલીસે તેના સીસીટીવી કેમેરાના ફુટેજ પણ જપ્ત કર્યાં હતા. આ કેસમાં પોલીસે આરોપી જયેશની ધરપકડ કરીને આકરી કાર્યવાહી કરી હતી.

આ કેસમાં જામીન ઉપર મુક્ત થવા માટે આરોપી જયેશ ખાવડિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં સરકારી વકીલે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રજૂઆત કરી હતી કે, આરોપી સામે ગંભીર ગુનો છે, તેમજ જો તેને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો તપાસને અસર પડવાની શકયતા છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન જામીન અરજી ફગાવી દેવાનું વલણ અપનાવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને આરોપીએ જામીન અરજી પરત ખેંચી લીધી હતી.