1. Home
  2. ગુજરાતી
  3. પુરુષ અને મહિલા બન્નેનાં વાળને ઘટ્ટ તથા કાળા કરવા આ વનસ્પતિનો કરી શકે છે ઉપયોગ, જાણો તેના ફાયદા
પુરુષ અને મહિલા બન્નેનાં વાળને ઘટ્ટ તથા કાળા કરવા આ વનસ્પતિનો કરી શકે છે ઉપયોગ, જાણો તેના ફાયદા

પુરુષ અને મહિલા બન્નેનાં વાળને ઘટ્ટ તથા કાળા કરવા આ વનસ્પતિનો કરી શકે છે ઉપયોગ, જાણો તેના ફાયદા

0
Social Share
  • વાળને ઘટ્ટ અને કાળા બનાવે છે આ વનસ્પતિનું તેલ
  • પુરુષોને પડતી ટાલ અને મહિલાઓના ખરતા વાળને રોકે છે

દરેક સ્ત્રીઓ અને પુરુષો પોતાના વાળ કાળા રહે  અને મજબૂત બને તે માટે સતત પ્રયત્ન કરતા હોય છે અને ખૂબ જ કાળજી રાખતા હોય છે.જો કે મજબૂત અને સ્વસ્થ વાળનું રહસ્ય જૂના આયુર્વેદિક ખજાનામાં છુપાયેલું છે, જેમાં એક જડીબુટ્ટી છે જટામાંસી જટામાંસી એક પ્રકારની આયુર્વેદિક વનસ્પતિ છે જેનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ વનસ્પતિનું તેલ જટામાંસીના મૂળમાંથી તૈયાર કરવામાં આવે છે. જો તમે ઈચ્છો તો એકલા જટામાંસીનો ઉપયોગ કરો અથવા તો ભૃંગરાજ, બ્રાહ્મી, આમળા સાથે મિક્સ કરીને પણ જટામાંસીનો ઉપયોગ કરી શકો છો.જટામાસી વાળ ખરતા અટકાવે છે.જો જટામાંસીનું તેલ બનાવવું કે મંગાવવું મુશ્કેલ હોય તો જટામાંસી પાવડરનો પણ ઉપયોગ કરી શકાય.

જટામાસીના પાવડરને લીમડાના તેલમાં ભેળવીને માથામાં લગાવવાથી વાળમાં ફાયદો થાય છે. જટામાંસી વાળના વિકાસને વધારે છે. વાળના વિકાસનો અર્થ એ છે કે તે વાળને ઉગાડવામાં લાગતો સમય ઘટાડે છે.જટામાસીનો ઉપયોગ કરવાથી વાળને તાકાત મળે છે. વાળના ઘેરા રંગને જાળવી રાખે છે

આ સાથે જ વાળની ​​ચામડી અથવા તેના બદલે માથાની સપાટી તે ખૂબ સારી અસર કરે છે. તે વાળના વિકાસ માટે જરૂરી છે. પરંતુ વધુ પડતા સૂર્યપ્રકાશ, રસાયણો અથવા પ્રદૂષણને કારણે, સીબુમ કાં તો ઓછું બને છે અથવા તે વધુ પડતું બને છે. જટામસી વાળની તમામ સમસ્યામાં ઉપયોગી છે તે પુરુષો અને મહિલાઓ બન્ને ઉપયોગમાં લઈ શકે છે તેનું કોઈ નુકશાન નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code