ભારત પાસેથી કોવિડ-19ની રસી ખદીરવા બ્રાઝિલે દાખવ્યો રસ
દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે ભારતમાં કોરોનાની બે રસીને મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં દેશમાં માટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. બીજી તરફ કોરોના મહામારી સામે લડી રહેલું બ્રાઝિલ ભારતમાં બની રહેલી કોરોના વેક્સિન ખરીદવા માટે છે. બ્રાઝિલ 50 લાખ જેટલા ડોઝ ભારત પાસેથી ખરીદવા માંગે છે. આ માટે બ્રાઝિલ સરકાર દ્વારા પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બ્રાઝિલમાં કોરોના વાયરસના કેસ મોટી સંખ્યામાં નોંધાયાં છે. બીજી તરફ લેટિન અમેરિકાના બીજા દેશોની સરખામણીમાં રસીકરણનો કાર્યક્રમ લાગુ કરવામાં પાછળ રહી ગયુ છે. જેના પગલે ભારત પાસેથી બ્રાઝિલ વહેલી તકે રસીના લાખો ડોઝ આયાત કરવા માંગે છે. આ માટે બ્રાઝિલની સરકાર અને પ્રાઈવેટ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ પ્રયાસો પણ શરુ કર્યા છે. બ્રાઝિલ સરકારે ભારતમાં બની રહેલી એસ્ટ્રાજેનેકા રસીના 20 લાખ ડોઝ આયાત કરવા માટે મંજૂરી આપી છે. બ્રાઝિલ સરકાર આ રસી કોઈ પણ પ્રકારના નિકાસ પ્રતિબંધથી પ્રભાવિત ના થાય તે માટે પ્રયાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ભારતમાં એક રસીનું અંતિમ તબક્કામાં ટ્રાયલ ચાલી રહી છે. બીજી તરફ કોરોનાની બે વેક્સિનને મંજૂરી મળવાને કારણે રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન માટે કામગીરી કરી રહી છે. તેમજ આગામી દિવસોમાં મોટાપાયે રસીકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવશે. જે માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.