- રાષ્ટ્રપતિની મંજૂરી વિના જ બ્રાઝિલમાં કિશોરોનું રસીકરણ શરુ
- બોલ્સોનારોએ પુત્રીએ રસી અપવાનો કર્યો ઈન્કાર
- રાષ્ટ્રપતિને રસી સામે છે વિરોધ
દિલ્હીઃ- વિશ્વમાં કોરોનાએ તબાહી મચાવી છે, પહેલી લહેરની જેમ સતત કેસો વધતા જઈ રહ્યા છે, જેને લઈને અનેક દેશોએ રસીકરણને વધુ ઝડપી બનાવ્યું છે. બ્રાઝિલમાં, રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને વાંધો હોવા છતાં, બાળકોના રસીકરણને મંજૂરી આપવામાં આવી હતી. શુક્રવારથી, બ્રાઝિલમાં 5 થી 11 વર્ષની વય જૂથના બાળકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, જો કે આ માટે રાષ્ટ્રપતિની ના હોવા છત્તા આમ કરવામાં આવ્યું છે.
બ્રાઝિલના અન્વિસા આરોગ્ય અધિકારીઓએ એક મહિના પહેલા બાળકોને રસી આપવા માટે નવા વય જૂથની જાહેરાત કરી હતી. બ્રાઝિલમાં 20 મિલિયનથી વધુ બાળકો ફાઈઝર બાયોએનટેક રસી માટે પાત્ર છે. જો તેમના માતા-પિતા ઇચ્છે તો તેઓ રસી લઈ શકે છે. રસીકરણ અભિયાનમાં દેશના લોકો અને બીમાર બાળકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
આ બાબતને લઈને રાજ્યના ગવર્નર જોઆઓ ડોરિયાની હાજરીમાં સાઓ પાઉલોની એક હોસ્પિટલમાં બાળકોનું રસીકરણ શરૂ થયું. નોંધનીય છે કે બ્રાઝિલમાં પુખ્ત વયના લોકો માટે રસીકરણ અભિયાન જાન્યુઆરી 2021માં સાઓ પાઉલોમાં જ શરૂ થયું હતું.
રાષ્ટ્રપતિ બોલ્સોનારોએ પુત્રીને રસી અપાવાનો કર્યો છે ઈનકાર
રાષ્ટ્રપતિ બોલ્સોનારો રસીકરણની ટીકા કરી રહ્યા છે. તેમણે બાળકોના રસીકરણનો પણ વિરોધ કરી રહ્યો છે. હવે તેણે કહ્યું છે કે તે તેમની 11 વર્ષની દીકરીને રસી નહીં અપાવશે.
ઉલ્લેખનીય છે કે બોલ્સોનારો શરૂઆતથી જ રસીની વિરુદ્ધ છે. થોડા મહિના પહેલા અમેરિકાની એક રેસ્ટોરન્ટે તેને માત્ર એટલા માટે એન્ટ્રી આપી ન હતી કારણ કે તેની પાસે આ રસીનું પ્રમાણપત્ર ન હતું. તેના પર તેમણે કહ્યું કે તેને રસીની જરૂર નથી, કોરોના સામે લડવા માટે તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે.
રાષ્ટ્રપતિએ બાળકોના રસીકરણને મંજૂરી આપનાર લોકોના નામ પણ માંગ્યા છે. બીજી તરફ, અન્વિસાના અધિકારીઓએ રાષ્ટ્રપતિના આ નિવેદનને ફાસીવાદી ગણાવ્યું છે.
આ સાથે જ ઓથોરિટીએ તેના સ્ટાફને જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષાની માંગ કરી છે. બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 6.20 લાખ લોકોના મોત થયા છે.