Site icon Revoi.in

ઘઉંનુ દરણું દળાવતી વખતે તેમાં ઉમેરો આ વસ્તુ, રોટલી બનશે વધુ નરમ અને વધુ હેલ્ધી

Social Share

કેટલીક ગુહિણીઓની  રોટલી નરમ નથી બનતી, અથવા તો ફુલતી નથી, ઘણી વખત એવું પણ બને છે કે ઘંઉ સારા ન હોવાના કારણે રોટલી નરમ બનતી નથી, ત્યારે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ

તમે ઘંઉ દળાવવા માટે જાવ છો એટલે કે દરણું દળાવવા જાવો ત્યારે તમારા ઘંઉના વજન પ્રમાણે તેમાં સોયાબીન ઉમેરો, જો 5 કિલો ઘંઉ દળાવવાના હોય તો તમે 250 ગ્રામ સોયાબીન ઘંઉમાં ઉમેરી શકો છો.

સોયબીન એવું કઠોળ છે કે જેમાં પુરતા પ્રમાણમાં પ્રોટિન મળે છે અને તેનો લોટ ખૂબ જ સોફ્ટ દળાઈ છે, જેને લઈને તે ઘંઉમાં મનિક્સ થતા જ તમારા ઘંઉના લોટની ગુણવત્તા વધી જાય છે, અને જ્યારે પણ તમે ઘંઉનો લોટ બાંધશો ત્યારે તે ચીકાસ વાળો અને પ્રોટિન યૂક્ત બંધાશે.આ સાથે જ સોયાબીનના કારણે રોટલી વધુ નરમ બને છે અને વધુ હેલ્ધી પમ બને છે,જે લાંબો મસય સુધી સોફઅટ રહે છે