કબજિયાત દરમિયાન બાળકને દુધીનું કરાવો સેવન,જાણો અહીં તેના ફાયદા
- બાળકને દુધીનું કરાવો સેવન
- કબજિયાત સહિતની સમસ્યામાંથી આપે છે રાહત
- જાણો તેનાથી જોડાયેલ ફાયદા વિશે
ઉનાળાની ધીમે – ધીમે શરૂઆત થઇ ચુકી છે ત્યારે આ સમય દરમિયાન બજારમાં શાકભાજીની વેરાયટી પણ ઓછી થઇ જતી હોય છે.પરંતુ દરેક શાકભાજીના સેવનથી શરીરને ખૂબ જ વધારે ફાયદો થતો હોય છે.શાકભાજીનું સેવન આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેનું સેવન કરવાથી શરીરને ખૂબ જ વધારે ફાયદા થતા હોય છે.શાક માર્કેટમાં હાલ ક્દદૂ અને દુધી સરળતાથી મળી જાય છે. ઉનાળામાં આ શાકભાજીનું સેવન કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે, કારણ કે તે એકદમ હાઇડ્રેટીંગ હોય છે.ઉનાળામાં તમારી જાતને હાઈડ્રેટ રાખવા માટે આ શાકભાજીનું સેવન કરવું જોઈએ.તેમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. અમે વાત કરી રહ્યા છીએ દુધીની,બાળકો દુધીમાંથી બનેલી વસ્તુઓ જોઈને મોઢું ફેરવી લેતા હોય છે, પરંતુ તેમાં રહેલા પોષક તત્વો તેમને ઘણી બીમારીઓથી સુરક્ષિત રાખે છે.
બાળકોને બહારનો ખોરાક ખાવો વધુ પસંદ હોય છે. બાળકોને બજારની મસાલેદાર અને તળેલી વાનગીઓ ખાવાની આદત પડી જાય છે. એવામાં, તેઓને તેનો ઝાંખો સ્વાદ ગમતો નથી.જેના કારણે તેમને કબજિયાત સિવાય ઘણી બધી શારીરિક સમસ્યાઓ થવા લાગે છે. કબજિયાત દૂર કરવા માટે તમે બાળકને દુધી ખવડાવી શકો છો.તો જાણો બાળકોના સ્વાસ્થ્ય માટે આના ફાયદા.
ઘણી વખત બાળકો નાની ઉંમરે નબળા લીવરની ફરિયાદ કરે છે.તો, કેટલાક બાળકોને જન્મથી જ નબળા લીવરની સમસ્યા હોય છે.આ સ્થિતિમાં બાળકોને દુધીની બનેલી વસ્તુઓ ખાવા માટે આપવી જોઈએ. નિષ્ણાંતોના મતે, દુધીઓ બાળકમાં કમળાના લક્ષણોને નબળા પાડે છે. આટલું જ નહીં,દુધીમાં હાજર વિટામિન સી શરીરમાંથી ઝેરી તત્વોને સરળતાથી દૂર કરી શકે છે.
બજારનું અટપટું ખાવાથી બાળકો જ નહીં, પુખ્ત વયના લોકોને પણ પેટમાં અપચો અને એસિડિટી થાય છે.પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે તમારા બાળકને દુધી ખાવા આપી શકો છો.દુધીમાં હાજર ફાઇબર તેમની પાચન પ્રણાલીને સુધારે છે અને તે આંતરડામાં રહેલા કીડાઓને મારવાનું પણ કામ કરે છે. ખાસ વાત એ છે કે,દુધી પેટને ઠંડુ પણ રાખે છે, કારણ કે તે પેટમાં પીએચ લેવલને સંતુલિત કરે છે.
દુધી બાળકોને યુરિન ઈન્ફેક્શનથી પણ બચાવે છે.ખરેખર, મોટાભાગના બાળકોમાં પાણીની કમી હોય છે અને તેના કારણે તેમને યુરિન ઈન્ફેક્શન થાય છે. દુધીમાં લગભગ 95 ટકા પાણી હોય છે અને જો તમે તમારા બાળકને નિયમિતપણે દુધીનું સેવન કરાવો છો, તો તે તેના શરીરમાં પાણીની ઉણપને દૂર કરે છે.જ્યારે શરીરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે ત્યારે પેશાબ દ્વારા બેક્ટેરિયા બહાર આવે છે.