Site icon Revoi.in

ગાંધીનગરમાં પરશુરામ જ્યંતી નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા વક્ષોનું વાવેતર કરાયું

Social Share

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વ સહિત ભારત જયારે કોરોનની મહામારી સામે લડે છે અને ઓક્સિજનની ઉણપ સર્જાઈ છે તે સંદર્ભે અખાત્રિજ અને ભગવાન વિષ્ણુ જીના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા પાટનગર ગાંધીનગરમાં સરગાસણ સહિત વિવિધ જગ્યાએ વૃક્ષ વાવીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

પાટનગરના વિવિધ વિસ્તારોમાં સંગઠન ના હોદ્દેદારો તથા ભૂદેવો દ્વારા પરશુરામજીની જ્યંતી નિમિત્તે વૃક્ષ વાવવામાં આવ્યા હતા તેમજ હોદ્દેદારઓ દ્વારા તેમનું જતન પણ કરવામાં આવશે . આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ ત્રિવેદી , સલાહકાર કન્હૈયાલાલ પંડ્યા , જિલ્લા મહિલા પ્રમુખ અને વૉર્ડ ૮ ભાજપના ઉમેદવાર છાયાબેન ત્રિવેદી , અશ્વિનભાઈ રાવલ , સહિતના અગ્રણીઓ દ્વારા સરગાસણ સહિત પાટનગરના તમામ વિસ્તારોમાં વૃક્ષ વાવીને પરશુરામ જયંતીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વશાંતિ માટે અને ભારત સહિત વિશ્વ કોરોનાની મહામારીમાંથી જલ્દીથી બહાર આવે અને સુખાકારી જળવાય તે માટે ભગવાન પરશુરામ જી અને ભગવાન મહાદેવ ને પ્રાર્થના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બ્રાહ્મણ પોતાના સમાજ થકી સર્વ સમાજના કલ્યાણ માટે હરહંમેશ કટિબદ્ધ અને કાર્યરત હોય છે. જગતનું કલ્યાણ જ તેના માટે સર્વોપરી હોય છે. બ્રહ્મસમાજ દ્વારા અનોખી ઉજવણી ને શહેરમાં ઠેર ઠેર આવકાર મળ્યો હતો અને આ અભિગમને નગરવાસીઓ દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો. સફળ આયોજન બદલ સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના અઘ્યક્ષ ભરતભાઈ રાવલ , મહામંત્રી યજ્ઞેશભાઇ દવે સહિત તમામે સમાજને અભિનંદન પાઠવ્યા હતા.