Site icon Revoi.in

રાજધાની દિલ્હીના લોકોનું શ્વાસ લેવું બન્યુ મુશ્કેલ , વાતાવરણ માં ધૂમાડાના ગોટેગોટા છવાયા ,AQI 400ને પાર

Social Share

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પહળથીજ હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું હતું જે અત્યાર સુધી યથાવત છે અહીંયા લોકોની શ્વાસ લેવું મુશ્કેલ બની રહ્યું છે સતત વાતાવરણ ગંભીર શ્રેણીમાં પોહચી રહ્યું છે હવામાં ઘુમ્મસના ગોટે ગોટા છવાયેલા જોવા મળે છે.

આ અનેક કારણોથી  દિલ્હીમાં લોકોના શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં પવનની દિશા બદલાવા અને ઝડપ ઘટવાને કારણે વાતાવરણ ફરી ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છેદિલ્હી-એનસીઆરમાં ધુમ્મસની સાથે તાપમાનમાં ઘટાડો થયો છે. પહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારોમાં ઠંડી વધી રહી છે. બપોરના સમયે સૂર્ય ઓછો ચમકી રહ્યો છે અને સવાર-સાંજ ઠંડી વધવા લાગી છે. જેના કારણે દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. 
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ  અનુસાર, આજરોજ ગુરુવારે સવારે જહાંગીરપુરીમાં 434, બવાનામાં 441, દ્વારકામાં 412, બુરારીમાં 441, આનંદ વિહારમાં 387, અશોક વિહારમાં 386 AQI નોંધવામાં આવ્યો હતો.બુધવારે લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રીથી નીચે રહ્યું હતું. સરેરાશ મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. તેનાથી ઠંડીમાં વધારો થશે. આવી સ્થિતિમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે.
વધતાં પ્રદૂષણને ધ્યાનમાં રાખી ને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન ગ્રહ 4  ના નવા નિયમો હેઠળ, દિલ્હીમાં CNG, ઇલેક્ટ્રિક અથવા BS-VI ડીઝલ બસો સિવાય અન્ય રાજ્યોમાંથી આવતી તમામ બસો પર પ્રતિબંધ રહેશે. આ સહિત હવે દિલ્હીમાં GRAP-IV ના અમલીકરણ સાથે, તમામ અખિલ ભારતીય પ્રવાસી બસો, કોન્ટ્રાક્ટ કેરેજ બસો, સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસો અથવા CNG, ઇલેક્ટ્રિક અથવા BS-VI ડીઝલ બસો સિવાય અન્ય રાજ્યોમાંથી દિલ્હીમાં આવતી અન્ય કોઈપણ પ્રકારની પરમિટ ધરાવતી બસોનો પ્રવેશ આપોઆપ પ્રતિબંધિત કરવામાં આવશે.દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ટૂરિસ્ટ બસો અને કોન્ટ્રાક્ટ કેરેજ બસો પર કોઈપણ પ્રકારનો કોઈ પ્રતિબંધ લાગુ ન હતો. GRAP-III હેઠળ, અત્યાર સુધી માત્ર BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ વાહનો પર પ્રતિબંધ હતો