- દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં
- પ્રદુષણ સ્તર વધતા શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું
દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં પરાળી બાળવાની ઘટના તથા તાજેતરમાં જ દિવાળી જેવો તહેવરા ગયો હોવાથી હવા ભારે પ્રદુષિત બની છે, ત્યારે અહીની હવાનું સ્ત ગંભીર શ્રેણીમાં પહોંચતા શ્નાસ લેવું પણ હવે મુશ્કેલ બન્યું છે, સતત કેટલાક દિવસોથી અહીંની સ્થિતિ કંઈક આવીજ જોવા મળી રહી છે.પ
રાજધાનીમાં રાળી બાળવાના ધુમાડાની અસર ઓછી થઈ હોવા છતાં દિલ્હીની હવામાં ગૂંગળામણનું પ્રમાણ સતત ચાલુ છે. કેન્દ્ર સંચાલિત સંસ્થા સફર અનુસાર, મંગળવારે દિલ્હીની હવામાં સ્ટબલ પ્રદૂષણનો હિસ્સો લગભગ 27 ટકા હતો. બે દિવસ પહેલા આ શેર 48 ટકા પર પહોંચી ગયો હતો.
દિલ્હીના લોકો માટે દીવાળી પછી શરૂ થયેલી ઝેરી હવામાં શ્વાસ લેવાની પ્રક્રિયા હજુ અટકતી નથી. પવનની ઝડપ વધવાને કારણે સોમવારે પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો નોંધાયો હતો. સોમવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ 400ને નીચે પહોંચી ગયો હતો એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં. પરંતુ, મંગળવારે, સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક ફરી એકવાર 400 માર્કને પાર કરી ગયો એટલે કે ગંભીર શ્રેણીમાં હવા નોંધાઈ છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ આપેલી માહિતી પ્રમાણે મંગળવારે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 404 નોંધાયો હતો. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા ઠંડકવાળી અનુભવાઈ રહી છે. CPCB અનુસાર, મંગળવારે સાંજે 4 વાગ્યે દિલ્હીની હવામાં પ્રદૂષક પાર્ટિક્યુલેટ PM 10નું સ્તર 426 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર અને PM 2.5 લેવલ 263 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર હતું.
આ સમગ્ર ઘારા ધોરણો અનુસાર, હવામાં પીએમ 10નું સ્તર 100થી નીચે અને પીએમ 2.5નું સ્તર 60થી નીચે હોવું જોઈએ. આ મુજબ દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર હાલમાં ધોરણો કરતા ચાર ગણું વધારે છે.