Site icon Revoi.in

ચીનના દુનિયાભરમાં પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટા ખતરા : અમેરિકાના વિદેશ પ્રધાન

Social Share

દુનિયાના ઘણાં દેશોમાં ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટ (બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવ) આવા દેશો માટે આર્થિક સહયોગ ઓછા અને રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો વધુ છે. જે સમયે બીજિંગ બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કરી રહ્યું છે, ત્યારે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ઘણી સૂચક વાત કરી છે.

બીઆરઆઈને વન બેલ્ટ-વન રોડ એટલે કે ઓબીઓઆર પણ કહેવામાં આવે છે. ચીનનો દાવો છે કે અબજો ડોલરનો આ પ્રોજેક્ટ એશિયા, આફ્રિકા, ચીન અને યુરોપ વચ્ચે કનેક્ટિવિટી અને સહયોગને પ્રોત્સાહન આપશે. ગુરુવારે પોમ્પિયોએ ચેતવણી ભરેલા લહેજામાં કહ્યુ હતુ કે ચીનનું આ પગલું અમેરિકા, તેના મિત્રો અને સહયોગીઓ માટે સુરક્ષાત્મક ખતરો છે.

નેશનલ રિવ્યૂ ઈન્સ્ટિટ્યૂટના 2019 આઈડિયા સમિટના લેખક અને પત્રકાર રિચ લોરી સાથે વાત કરતા પોમ્પિયોએ કહ્યુ છે કે તેઓ દક્ષિણ ચીન સાગરમાં એટલા માટે આગળ વધી રહ્યા નથી કે તેમને નેવિગેશનની આઝાદી જોઈએ. દુનિયાભરમાં પોર્ટ બનાવવા પાછળ તેમનો ઉદેશ્ય સારા શિપબિલ્ડર બનવાનો નથી. પરંતુ તેમના ઘણાં પગલા સંબંધિત દેશો માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા છે. તેમણે કહ્યુ છેકે બેલ્ટ એન્ડ રોડ પહેલની સાથે પણ આવું જ છે.

ભારતે બીઆરઆઈના જ ભાગ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરને લઈને ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થઈ રહ્યો છે. આ ત્રણ હજાર કિલોમીટરની યોજનાનો ઉદેશ્ય ચીન અને પાકિસ્તાનની રેલવે, સડક, પાઈપલાઈન અને ઓપ્ટિકલ ફાઈબર કેબલ નેટવર્કથી જોડવાની છે.

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ક્હ્યુ છે કે દુનિયા આ ખતરાને લઈને જાગરૂક થઈ રહી છે. પોમ્પિયોનું કહેવું છે કે મને લાગે છે કે ખાસ કરીને એશિયા તથા દક્ષિણ-પૂર્વ એશિયા આ ખતરાને લઈને જાગરૂક થઈ રહ્યા છે અને મને આશા છે કે વિદેશ મંત્રાલય આ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે કે ચીનની આવી ગતિવિધિઓમાં સામેલ થવું વધુ કઠિન થઈ જાય.