દિલ્હીઃ- દિલ્હી કોર્ટ દ્રારા મહિલા પહેલવાન કેસ મામલે બ્રીજભૂષણને સમન્સ પાઠવવામાં આવ્યું છે જેને લઈને હવે તેણે કોર્ટમાં હાજરી આપવી પડશે.જાણકારી પ્રમાણે બ્રિજ ભૂષણ સિંહે મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં કોર્ટમાં હાજર થવું પડશે. છ પુખ્ત મહિલા કુસ્તીબાજોના મામલામાં દિલ્હી કોર્ટે કુસ્તી સંઘના પ્રમુખ સામે સમન્સ જારી કર્યું છે.
દિલ્હી કોર્ટે રેસલિંગ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદો બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને મહિલા કુસ્તીબાજોની ઉત્પીડનના કેસમાં સમન્સ પાઠવ્યા છે.આ સહીત કોર્ટ સમન્સ જારી કરીને 18મી જુલાઈના રોજ કોર્ટમાં તેને હાજર થવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ કેસ મામલે 6 પુખ્ત મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર પર આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ પહેલા દિલ્હીના જંતર-મંતર પર પણ મહિલા રેસલર્સે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.