દરેક સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે ચહેરા પર અવનવા પ્રોડક્ટ યૂઝ કરે છે, ફેરનેસ ક્રિમથી લઈને પાવડર કોમ્પેક્ટ જેવી વસ્તુઓ વાપરે છે,જો કે કેટલાક ઘરેલું અને કુદરતી ઉપચાર એવા છે કે જે તનારી ત્વચાને કુરતી રિતે નિખારવામાં આમદદ કરે છે તો ચાલો જાણીએ આ કુદરતી ઉપચારમાં મહત્વની ભૂમિકા ફભજવતા સાબુદાણા વિશે, તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે કે સાબુદાણાથી પણ ત્વાચ ગ્લો કરે છે અને ત્વચા કોમળ બને છે.લોકો વારંવાર ઉપવાસમાં સાબુદાણા ખાતા હોય છે. સાબુદાણા પૌષ્ટિક હોવાની સાથે સૌંદર્ય પ્રાદન પણ છે. સાબુદાણાનો ફેસ પેક લગાવાથી ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો આવે છે
આ રીતે કરો ઉપયોગ.
રીત – 1 સાબુદાણાનો ફેસ પેક બનાવવા માટે સાબુદાણાને વાટીને એક ચમચી તેનો પાવડર ,એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો. તમે આ પેકમાં એક ચમચી એલોવેરા જેલ પણ ઉમેરી શકો છો.આ રીતે આ ફેસપેકને ચહેરા પર લાગીને 20 મિનિટ રેહવાદો ત્યાર બાદ ફેશ વોશ કરીલો, જેથી ત્નારી ત્વચા નિખરી ઉઠશે.
રીત – 2 સાબુદાણાનો ફેસ પેક બનાવવા માટે સાબુદાણા અને લીંબુના રસના મિશ્રણને ગરમ કરો. જ્યારે આ મિશ્રણ ધીમી આંચ પર થોડું નરમ થઈ જાય તો ગેસ બંધ કરી દો. હવે આ સાબુદાણાને મિક્સર જારમાં નાંખો અને તેની સાથે બ્રાઉન સુગર ઉમેરો. બંનેને મિક્સ કરીને પીસી લો. આ જાડી પેસ્ટમાં મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરો.
આ ફેસ પેકનું પાતળું લેયર ચહેરા પર લગાવો. લગભગ પંદરથી વીસ મિનિટ પછી ચહેરો ધોઈ લો. છેલ્લે, મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલશો નહીં. સાબુદાણાનો ફેસ પેક લગાવવાથી ત્વચા સાફ થાય છે અને ખીલ અને પિમ્પલ્સથી છુટકારો મળે છે