Site icon Revoi.in

બ્રિટન ‘ફાઈઝર -બાયોએનટેક’ કોરોના વેક્સિનને મંજુરી આપનાર પ્રથમ દેશ બન્યો

Social Share

વિશ્વ આખું આજે કોરોના વાયરસ સામે જજુમી રહ્યું છે, બ્રિટનમાં કોરોનાના વધતા કેસને જોતા દેશભરમાં ફાઇઝર-બાયોનોટેક દ્વારા વિકસાવવામાં આવેલી કોરોના વેક્સિનના ઉપયોગ કરવા બાબતે મંજૂરી આપવામાં આવી છે. બ્રિટન આ વેક્સિનને પરવાનગી આપનાર પ્રથમ દેશ બન્યો છે. યુકેના ડ્રગ રેગ્યુલેટર એમએચઆરએ કહ્યું કે આ વેક્સિન 95 ટકા જેટલી અસરકારક છે અને તેના વ્યાપક ઉપયોગને મંજૂરી આપવી તે સુરક્ષિત દિશામાં વધારેવું પગલું છે

આ દેશમાં સૌથી પહેલાં એવા લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે જેઓ ઉચ્ચ જોખમ ધરાવતા જૂથમાં કાર્યરત છે. આ પહેલાથી જ બ્રિટન એ 4 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે, જેની મદદથી 20 મિલિયન જનતાને બે વખત વેક્સિનનો ડોઝ આપવામાં આવી શકે છે. આ સાથે જ વેક્સિનના બીજા એક કરોડ ડોઝ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

આ વેક્સિન વિશ્વની સૌથી વિકસિત વેક્સિન હશે જે બનાવવા માટે માત્ર 10 મહિનાનો સમય લાગ્યો છે. આવી વેક્સિન તૈયાર કરવામાં સામાન્ય રીતે એક દાયકા જેટલો સમય લાગી શકે છે.

બ્રિટનના આરોગ્ય સચિવ મેટ હેનકોકે ટ્વિટ કર્યું છે કે, મદદ પોતાના માર્ગે આગળ છે. એનએચએસ આવતા અઠવાડિયાની શરૂઆતમાં વેક્સિનનો ડોઝ આપવાનું શરૂ કરશે. ‘ જો કે, નિષ્ણાંતો કહે છે કે વેક્સિન હોવા છતાં, લોકોએ કોરોનાને અટકાવવા માટે તે અંગેના નિયમોનું પાલન કરવું જોઈએ. આનો અર્થ એ છે કે લોકોએ હજી પણ માસ્ક પહેરવું પડશે અને સામાજિક અંતર પણ જાળવવું પડશે

સાહિન-