નવી દિલ્હીઃ ઇઝરાયેલ જે અત્યાર સુધી હમાસના આતંકવાદીઓ સામે લડી રહ્યું હતું, તેણે હવે કુખ્યાત આતંકવાદી જૂથ હિઝબુલ્લા સાથે આકરી લડાઈ લડવી પડશે. મધ્ય પૂર્વમાં ગહન કટોકટી અને વ્યાપક સંઘર્ષની આશંકાઓ વચ્ચે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે ઇઝરાયેલ અને ત્યાંથી ઉડાન ભરવાવાળી ઘણી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે.
ઈરાન, લેબનોન અને હિઝબુલ્લાહ તરફથી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલની ફ્લાઈટ્સ સ્થગિત કરનાર બ્રિટન, કેનેડા, ફ્રાન્સ અને યુએસએ વધુ એક કડક નિર્ણય લીધો છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અખબારે અહેવાલ આપ્યો છે કે,” આ દેશોએ તેમના નાગરિકોને તાત્કાલિક લેબનોન છોડવા વિનંતી કરી છે.” ઇઝરાયેલના એક અધિકારીનું કહેવું છે કે,” હજારો ઇઝરાયેલી નાગરિકો ઘરે આવી શકતા નથી.” દરમિયાન ગઈકાલે ઈઝરાયેલ અને હિઝબુલ્લાએ એકબીજાના વિસ્તારમાં નિશાન બનાવી ગોળીબાર કર્યો હતો. પેલેસ્ટિનિયન ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સી અને ગાઝામાં
પેલેસ્ટિનિયન ન્યૂઝ આઉટલેટ્સ અનુસાર,”ગાઝા શહેરમાં આશ્રયસ્થાન તરીકે સેવા આપતા ઇઝરાયેલી હવાઈ હુમલામાં, ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. પીડિતોમાં મહિલાઓ અને બાળકો પણ હતા. છેલ્લા ચાર દિવસમાં શાળા પર આ ત્રીજો હુમલો છે.” ઈઝરાયેલે કહ્યું કે,” તેણે હમાસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવ્યું છે.” અખબાર કહે છે કે,” હમાસ વિરુદ્ધ ઇઝરાયેલનું યુદ્ધ ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીનું સૌથી ઘાતક યુદ્ધ છે. હમાસ હવે ગાઝા અને તેનાથી આગળ નવા લડવૈયાઓની ભરતી કરી રહ્યું છે.”