- બ્રિટને 6 આફ્રીકાના દેશોની યાત્રા બેન કરી
- વધતા વના સ્ટ્રેનને લઈને બ્રિટને લીધો નિર્ણય
દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાનું જોખમ ફરી એક વખત વર્તાઈ રહ્યું છે, ત્યારે કેટલાક દેશો ફરીથી તેમની યાત્રા પર બેન લગાવી રહ્યા છે આજ શ્રેણીમાં યુનાઇટેડ કિંગડમ એ વિતેલા દિવસને ગુરુવારે છ દેશોની ફ્લાઇટ્સને અસ્થાયી રીતે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે બ્રિટને આ નિર્ણય કોરોનાના નવા પ્રકાર સામે આવ્યા બાદ લીધો છે, જે ડેલ્ટા કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં 30 થી વધુ નવા કેસ મળી આવ્યા છે, જે નવા પ કોરોનાના વેરિએન્ટના કેસ છે. યુકેના આરોગ્ય સચિવ સાજિદ જાવિદ દ્વારા આફ્રીકાના 6 દેશોની ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
યૂકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી એ B.1.1 529 વેરિઅન્ટ જાહેર કર્યા પછી ફ્લાઇટને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.યુકેની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વેરિએન્ટમાં મોટી સંખ્યામાં સ્પાઇક પ્રોટીન મ્યૂટેશન સાથે સાથે વાયરલ જીનોમના અન્ય ભાગોમાં મ્યૂટેશનનો સમાવેશ થાય છે. આ સંભવિત જૈવિક રીતે મહત્વપૂર્ણ મ્યૂટેશન છે જે રસી, સારવાર અને ટ્રાન્સમિશનના સંબંધમાં વાયરસના વ્યવહારને બદલી શકે છે અને આ માટે વધુ તપાસની જરૂર છે.
આ બાબતે બ્રિટનના આરોગ્ય સચિવ જાવિદે ટ્વિટ કરીને કહ્યું કે,”UKHSA નવા સંસ્કરણની તપાસ કરી રહ્યું છે અને વધુ ડેટાની જરૂર છે પરંતુ અમે હજુ પણ સાવચેતી રાખી રહ્યા છીએ,”વધુમાં તેમણે કહ્યું કે, “બપોર પછીથી, છ આફ્રિકન દેશોને રેડ લિસ્ટમાં ઉમેરવામાં આવશે. ફ્લાઇટ્સ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવશે અને યુકેના પ્રવાસીઓએ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.”