બ્રિટને પ્રથમ કોરોના બૂસ્ટર વેક્સિનને આપી મંજૂરી,આ કંપની દ્વારા થઈ રહી છે વિકસિત
16 ઓગસ્ટ,દિલ્હી:બ્રિટનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MSRA) એ સોમવારે જણાવ્યું હતું કે,તેણે યુએસ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના દ્વારા વિકસિત પ્રથમ COVID-19 બૂસ્ટર વેક્સિનને મંજૂરી આપી છે.
MSRAએ જણાવ્યું હતું કે, મોડર્ના દ્વારા બનાવવામાં આવેલી કોવિડ-19 રસીનું અપડેટેડ વર્ઝન જે બે કોરોનાવાયરસ વેરિયન્ટને લક્ષ્ય બનાવે છે તેને આજે પુખ્ત વયના બૂસ્ટર ડોઝ માટે મંજૂર કરવામાં આવ્યું છે.
MHRA એ જણાવ્યું કે,આ રસીનું નામ Spikevax Bivalent Original/Omicron છે અને દરેક ડોઝમાં 25 માઇક્રોગ્રામ ઓમિક્રોન રસી અને 25 માઇક્રોગ્રામ મૂળ કોરોનાવાયરસ રસી છે.
MHRAના ચીફ એક્ઝિક્યુટિવ જૂન રૈને એક નિવેદનમાં કહ્યું કે,આ નવી રસી આપણને આ રોગથી બચાવવામાં મદદ કરશે. આ નવી બૂસ્ટર રસી ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપિયન યુનિયનમાં મંજૂરી માટે પણ મોકલવામાં આવી છે.