Site icon Revoi.in

બ્રિટન-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ મહિનાના અંતમાં 2,400 ભારતીયોને વિઝા ઉપલબ્ધ કરાવશે

Social Share

દિલ્હીઃ- બ્રિટન અને ભારત સરકારના સંબંધો સારા રહ્યા છે પીએમ મોદીના સત્તામાં આવ્યા બાદ વિદેશ સાથેના ભારતના સંબંધો વધુ ગાઢ બન્યા છે જેને લઈને બન્ને દેશઓ વચ્ચે અનેક કરાક અને સમૂતિ થઈ છે સાથે જ એકબીજાના દેશોના નાગરિકોને વિઝા આપવાની પ્રક્રિયા પણ સરળ બનાવી છે ત્યારે હવે  બ્રિટનઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ હેઠળ, આ મહિનાના અંતમાં લાયક ભારતીયોને 2,400 વિઝા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સમગ્યુર બાબતને લઈને વિતેલા દિવસને મંગળવારના રોજ સરકારે જાહેરાત કરી છે.  ગયા મહિને ઔપચારિક રીતે શરૂ કરાયેલી આ યોજના 18 થી 30 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિકોને યુકેમાં બે વર્ષ સુધી રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.

વિતેલા વર્ષ દરમિયાન  ઇન્ડોનેશિયામાં G20 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના યુકે સમકક્ષ ઋષિ સુનક વચ્ચે હસ્તાક્ષર કરાયેલ પારસ્પરિક વ્યવસ્થા હેઠળ બ્રિટિશ નાગરિકો પણ સમાન ધોરણે ભારતમાં રહી શકશે અને કામ કરી શકશે. ત્વયારે હવે આ કરાર હવે અમલીકરણ બનવા જઈ રહ્યો છે.
આ કરાર મુજબ 18 થી 30 વર્ષની વય વચ્ચેના ભારતીય નાગરિકો અન્ય યોગ્ય માપદંડોને પૂર્ણ કરવાને આધીન અરજી કરી શકે છે. નવી યોજના માટે વિગતવાર પાત્રતા માપદંડો બહાર પાડતા, નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું હતું કે 18-30 વર્ષની વય વચ્ચેના ભારતના તેજસ્વી યુવાઓ માટે યુકેની શ્રેષ્ઠતાનો અનુભવ કરવાની આ એક ઉત્તમ તક છે.