નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશ ઈસ્લામિક આતંકવાદ અને કટ્ટરવાદથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. હવે આ યાત્રીમાં બ્રિટેનનો પણ ઉમેરો થયાનું લાગી રહ્યું છે. ગત વર્ષે સાત ઓક્ટોબરના રોજ ઈઝરાયલ ઉપર આતંકવાદી સંગઠન હમાસે કરેલા હુમલા બાદ બ્રિટન સરકારે ઈસ્લામીક કટ્ટરપંથીને લઈને નવી વ્યાખ્યા જાહેર કરી છે. બ્રિટનમાં ઉગ્રવાદને હવે હિંસા, ધૃણા-અસહિષ્ણુતા પર આધારિત વિધારધારાના રૂપમાં જોવામાં આવશે.
યુકે એવલિંગ અપ અને કોમ્યુનિટી સેક્રેટરી માઈકલ ગોવએ જણાવ્યું હતું કે, બ્રિટનને બહુરાષ્ટ્રીય, બહુજાતિય અને બહુવિશ્વાસ લોકતંત્રના રૂપમાં સુરક્ષિત રાખવા માટે અપડેટ કરવું જરૂરી છે. જે આની વિવિધતાને મજબુત કરશે. સાત ઓક્ટોબરના હુમલા બાદ કટ્ટરપંથી વિચારધારાઓની વૃદ્ધિ થઈ છે. જેના પગલે અમારુ લોકતંત્ર ઉપરથી ખતરો ઉભો થયો છે. આવી વિચારધારાવાળા લોકો અન્યને કટ્ટરપંથી બનાવવા માંગે છે. લોકોને તેમના પૂર્ણ અધિકારોથી વંચિત રાખવા માગે છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવા માંગે છે.
2023માં ઈઝરાયલ ઉપર આતંકવાદી હુમલા બાદ સરકારે કહ્યું હતું કે, કટ્ટરપંથીઓના જોખમોએ ચિંતા વધારી છે. કોમ્યુનિટી સિક્યોરિટી ટ્રસ્ટએ 2023માં થયેલા હુમલા બાદ બ્રિટનમાં 4104 યહુદી વિરોધી ધટનાઓ નોંધી હતી. જે વર્ષ 2022ની સરખામણીએ 147 ગણી વધારે હતી. કટ્ટરપંથી વિરોધી આયોગે સોમવારે એક સ્વતંત્ર રિપોર્ટ જાહેર કર્યો છે. આયોગે અંડરસ્ટેડિંગ એન્ડ રેસ્પોન્ડિંગ ટુ બ્લાસ્ફેમી એક્ટ્રીરિઝમ ઈન યુકેના હેડીંગ હેઠળ આ રિપોર્ટ જાહેર કર્યો છે. જેથી પાકિસ્તાનના ઈશનિંદા વિરોધી રાજનીતિક દળ તહરીક એ લબ્બેકની બ્રિટીશ શાખાનો બ્રિટનમાં હાજરીનો પણ ઉલ્લેખ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બ્રિટેનમાં ઈશનિંદા સાથે જોડાયેલી ઘટનાઓમાં હાલના સમયમાં વધારો થયો છે. જેમાં કટ્ટરસાંપ્રદાયિકતા, ધમકી અને હિંસાનો સમાવેશ થાય છે. પ્રેત્યક ઘટનામાં ઈશનિંદા વિરોધી કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. જેમાંથી કેટલાકનો સંબંધ પાકિસ્તાનના કટ્ટરપંથીઓ સાથે છે.