નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનાકે ટેક્સ ફ્રોડની તપાસ બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રધાન નદીમ ઝહાવીને પદ પરથી હટાવી દીધા છે. નદીમ ઝહાવી પર મંત્રી માટેની આચારસંહિતાના ‘ગંભીર ભંગ’ માટે મંત્રી સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમને મંત્રી સંહિતાના ભંગ બદલ બરતરફ કરવામાં આવ્યા હતા.
નદીમ ઝહાવી પર દેશના નાણામંત્રી તરીકે સેવા આપતી વખતે કરોડો ડોલરની કરચોરી કરવાનો આરોપ હતો. જો કે ઝાહવીએ કહ્યું કે તેણે બાકી રકમ ચૂકવી દીધી છે, કોઈ કરચોરી કરવામાં આવી નથી, તે એક બેદરકારી હતી.જાહ્નવીને બરતરફ કરવાના વધતા વિરોધના માંગ વચ્ચે સુનાકે ઇરાકમાં જન્મેલા ભૂતપૂર્વ નાણામંત્રીના કર બાબતોની સ્વતંત્ર તપાસનો આદેશ આપ્યો.
અહેવાલ અનુસાર, ટેક્સનો મુદ્દો 2000માં ઝહાવીની ઓપિનિયન પોલિંગ ફર્મ YouGovની સહ-સ્થાપક સાથે સંબંધિત છે,જેમાં તેણે કહ્યું હતું કે તેના લોન્ચિંગને ટેકો આપવા માટે તેના પિતાએ હિસ્સો લીધો હતો. જો કે, યુકેની ટેક્સ ઓફિસ ગયા વર્ષે નાણામંત્રી તરીકેની નિમણૂક દરમિયાન ઝહવીના પિતાને આપવામાં આવેલા શેર અંગે અસંમત હતી.